fbpx
અમરેલી

અમરેલી 24 x 7 ગ્રુપે વીજ કર્મચારીઓનું ઓર્ગેનિક ગોળ આપી અનોખું અભિવાદન કર્યું

અમરેલી અમરેલી ૨૪ X ૭ ગ્રુપની ઉત્કૃષ્ટ કામગીરી પી.જી.વી.સી.એલના કર્મચારીઓને ઓર્ગેનિક ગોળ આપી અભિવાદન કર્યું હતુ. પગમાં સ્લીપર પહેરી લાકડીના બટકાથી ગિઝરની સ્વીચ બંધ કરતા પણ આપણા હાથ ધ્રૂજે છે પણ વીજ ખાતાના લાઇનમેન રીપેરીંગ માટે ઈલેકટ્રીસીટીની ચાલુ લાઈને થાંભલા પર ચડે છે. લાઈફલાઈન જેવી ઈલેકટ્રીસીટી આપણે અવિરતપણે વાપરી શકીએ તે માટે જાનના જોખમે ફરજ બજાવતા અમરેલી શહેરના

લાઇનમેનોને બિરદાવવાનો અમરેલી ૭ ગ્રુપે ખુબ આનંદ અનુભવ્યો હતો જેની શુભેચ્છાના પ્રતીકરૂપે અમારા ૨૪ x ૭ ગ્રુપ તરફથી દરેક લાઈનમેનને ૧ કી. દવા વગરના (ઓર્ગેનિક ) ગોળની ભેટ આપી | પી.જી.વી.સી. એલ ના અમરેલી શહેરના

૨૪ X લાઈન મેનોનું અભિવાદન કર્યું હતું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર, માર્કેટ યાર્ડમાં ચેરમેન પી.પી.સોજીત્રા, એડવોકેટ ચેતન રાવલ, મધુભાઈ અજુગિયા, ડી.જી.મહેતા, સિકંદર, જોગી, વિપુલ ભાટી, નયન જોશી વગેરેએ પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને બિરદાવી અભિવાદન કર્યું હતુ.

Follow Me:

Related Posts