ગોપાલગ્રામના વતની અને અમરેલીની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સામાજીક કાર્યકર વિપુલ ભટ્ટીએ આજે તેનાં 44માં જન્મ દિવસે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે દેહદાનનું સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજના સંચાલક પિન્ટુભાઈ ધાનાણીને સુપરત કર્યુ હતું, તેઓએ સમાજના જાગૃત લોકો સ્વજનના મૃત્યુ બાદ દેહદાન કરે એવી જાહેર અપીલ કરી હતી. મેડિકલ સ્ટુડન્ટ્સને લાઈવ એજ્યુકેશન માટે ડેડ બોડી ખૂબ જરૂરી છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ ક્રાંતિ આવી છે ત્યારે ભવિષ્યના ડૉક્ટર્સ માટે બોડી ડોનેશનને સાયન્ટિફિક રીતે જોવું જોઈએ એ સમયની માંગ છે.
અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપના સંસ્થાપક અને આધુનિક અભિગમ ધરાવતા વિપુલ ભટ્ટીએ અગાઉ સજોડે નેત્રદાનનો નિર્ણય કરી, અમરેલીમાં વર્ષોથી બંધ થયેલ ચક્ષુદાન પ્રવૃત્તિનો પ્રારંભ કરેલ અને પોતાનાં સંબંધો, પ્રચાર-પ્રસાર અને કાર્યકુશળતાથી ચક્ષુદાન માટે જીલ્લાભરમાં જાગૃતિ લાવી જેના પરિણામે ટૂંક સમયમાં 94 જેટલાં ચક્ષુદાન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. બ્લડ ડોનેશન, આઈ ડોનેશન, તેમજ બોડી ડોનેશન જેવી દર્દીઓને મદદરૂપ થતી માનવ સેવાની નિસ્વાર્થ પ્રવૃત્તિમાં સદા અગ્રેસર રહેતાં યુવાન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.



















Recent Comments