fbpx
અમરેલી

અમરેલી SOG દ્વારા મધ્યપ્રદેશની આંતર રાજ્ય કુખ્યાત ગેંગનાં ૧૨ ઈસમોને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી, સપ્લાય કરતી અતિ આધુનિક (અગ્નિશસ્ત્ર હથિયાર) પિસ્ટલ નંગ ૦૭ તથા ૩૫ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડતી પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા તથા હેરા-ફેરી કરતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા ચાલુમાસનાં અંતે સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, યોજાનાર હોય અને સદરહું ચૂંટણીમાં આમ જનતા નિર્ભય શાંતિ અને સલામતી પુર્વંક મતદાતાઓ મતદાન કરી શકે અને સમગ્ર જીલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને ચૂંટણી શાંતિપુર્ણ રીતે મૂક્ત વાતાવરણમાં યોજાય તે અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી નાઓને હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામેથી જીરા ગામ તરફ જતા રોડ ઉપર એકાદ કિલોમીટરનાં અંતરે નાના ભમોદ્રા ગામનાં મગનભાઇ ભીખાભાઇ ગેડીયાની વાડી-ખેતરનાં રોડની કિનારીવાળા શેઢે આવેલ મોટા પરદેશી બાવળની નીચે કેટલાક શંકાસ્પદ ઇસમો ભેગા થયેલ છે અને તેઓની પાસે ગેરકાયદેસર વગર લાઇસન્‍સના અગ્નિશસ્‍ત્રો તથા કાર્ટીસો છે અને તેઓ આ હથીયાર તથા કાર્ટીસો ખરીદ-વેચાણ કરવાના છે. અને મજકુર ઈસમો કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, તથા આ અગ્નિશસ્ત્રો હથિયારો હેરા-ફેરી તથા વેંચાણ કરવાના હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી એસ.ઓ.જી.ટીમની અલગ-અલગ ટીમો બનાવી ચારેય તરફથી ધેરો કરી રેઇડ કરતા મધ્યપ્રદેશ (MP) ની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, કરતી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયારો) નાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાસ કરવામાં આવેલ છે. અને કુલ-૧૨ (બાર) ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે….

પકડાયેલ આરોપીઓ:-

૧.રાકેશ કાળુભાઇ બાંગડીયા ઉ.વ.૨૦, ધંધો.ખેતી-મજુરી, રહે. મુળ ગામ-બડા ઇટારા, તા.જોબટ, જી. અલીરાજપુર, થાણા-આંબવા, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા જી.અમરેલી.
૨.જાલમ તીખીયાભાઇ દેહરીયા, ઉ.વ.૩૫, ધંધો.ખેત, મજુરી, રહે. મુળ ગામ-હરદાસપુર, બેહડી ફળીયા, તા.બોસાદ, જી.અલીરાજપુર, (મધ્યપ્રદેશ) હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લીલીયા, જી.અમરેલી.
૩.મગન સુરતીયાભાઇ મેડા, ઉ.વ.૩૫, ધંધો.મજુરી, રહે. મુળ ગામ-છોટી જુવારી, તડવી ફળીયા, તા.જોંબટ, જી.અલીરાજપુર, થાણા-કાના કાકડ, (મધ્યપ્રદેશ), હાલ રહે.મોરબી, સરતાનપુર રોડ, સોલારીઝ સીરામિક ફેકટરીમાં
૪.રોહિતભાઇ ભરતભાઇ હેરભા, ઉ.વ.૨૫, ધંધો.મજુરી, રહે.-સુરત, કાપોદ્રા વિસ્તાર, સત નારાયણ સોસાયટી, સત્યમ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૮, સુરત.
૫.સોહિલ યાસીનભાઇ મલેક, ઉ.વ.૨૨, ધંધો.પ્રા.નોકરી, રહે.મુળ ગામ-પાંચ તલાવડા, તા.લીલીયા જી.અમરેલી, હાલ રહે.-સુરત, નાના વરાછા ઢાળ, મદીના મસ્જીદ પાસે સુરત.
૬.સિરાજખાન મહેબુબખાન બ્લોચ, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે.મુળ ગામ-અખતરીયા, તા.ગારીયાધાર, જી.ભાવનગર, હાલ રહે.-સુરત, કામરેજ, ડાયમંડનગર, મકાન નં.૧૭૬, સુરત.
૭.હરેશભાઇ રાણાભાઇ કારડીયા, ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.ગામ-નાની વડાળ, આંબેડકર શેરી, તા.સાવરકુંડલા, જી.અમરેલી.
૮.ઇકબાલભાઇ અલારખભાઇ જુડેસરા, ઉ.વ.૪૫, ધંધો.મજુરી, રહે.શીહોર, મોધીબાની જગ્યા પાસે, ધાંચી વાડ, તા.શિહોર, જી.ભાવનગર.
૯.અફરોજ અબ્દુલભાઇ કુરેશી, ઉ.વ.૩૭, ધંધો.ડ્રાઇવિંગ રહે.-સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી, તા.સાવરકુંડલા જી.અમરેલી.
૧૦.મહમદભાઇ મહેબુબભાઇ ચૌહાણ, ઉ.વ.૩૩, ધંધો ચાની હોટલ, રહે.-સાવરકુંડલા, મહુવા રોડ, સાધના સોસાયટી પાછળ, નુરાનીનગર, તા.સાવરકુંડલા, જી.અમરેલી.
૧૧.રમેશ જુવાનસિંહ વસોયા,ઉ.વ.૨૦, ધંધો-મજુરી, મુળ રહે.કિલાણા, ચોકીદાર ફળીયુ તા.જાંબુવા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) થાણા-કનાજ હાલ રહે.સીમરણ, ઉમેશભાઇ ભરતભાઇ ધાધલની વાડીએ
૧૨.અયુબ જુમાભાઇ જાખરા, ઉવ.-૨૬, ધંધો-ડ્રાઈવીંગ, રહે.સાવરકુંડલા, સંધી ચોક, તા.સાવરકુંડલા, જી.અમરેલી.
પકડાયેલ આરોપીઓનો એમ.ઓ.
આ કામે પકડાયેલ આરોપીઓ મધ્યપ્રદેશ (MP) ની આંતર રાજ્યની કુખ્યાત ગેંગ હોય, જેઓ મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગેરકાયદેસર પ્રતિબંધક પીસ્ટલ તથા જીવતા કાર્ટિસ (અગ્નિશસ્ત્રો હથિયારો) કોઇપણ રીતે ગુજરાત રાજ્યમાં લાવી વાડીએ ખેત મજુરી કામ કરવાનાં બહાને રહી અન્ય આરોપીઓ સાથે મળી પીસ્ટલ તથા જીવતા કાર્ટિસ (અગ્નિશસ્ત્રો હથિયારો) પોતાનાં આર્થિક ફાયદા સારૂ નજીવી કિંમતમાં ગેરકાયદેસર વગર લાઇસન્સ પાસ પરમીટ વગર અવાવરૂ જગ્યાએ બોલાવી ચોરી છુપીથી વહેંચી નાખતા હતા….

પકડાયેલ આરોપીઓએ આચરેલ ગુન્હાઓની વિગતો :-
(૧) અફરોજ અબ્દુલભાઇ કુરેશી, રહે.-સાવરકુંડલા,વાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓ :-
(૧) અમરેલી તાલુકા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.૧૭/૧૫ IPC.ક.૩૦૭, ૩૨૬, ૫૦૪,૧૧૪,૩૪૧,જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.,ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૦૦૨૯૩/૨૦૨૦, ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC ક.૨૬૯, ૨૭૦, ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧(બી)
(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.,ગુ.ર.નં.પ્રોહી ગુ.ર.નં.૧૨૪/૧૬, પ્રોહી ક.૬૬-બી,૬૫-એ-ઇ,૧૧૬-બી મુજબ
(૨) મહંમદ મહેબુબભાઇ ચૌહાણ રહે.

સાવરકુંડલાવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓ :-

(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., ફસ્ટ ગુ.ર.નં.૩૫/૨૦૧૭ IPC ૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(ર), ૫૦૬(ર), ૩૪, તથા પોકસો એકટ કલમ.૫(જી)(એલ)(યુ) તથા ૬ તથા એટ્રોસીટી એકટ ૩(૨)૫ (અ) તથા ૩(૧) ૧૧ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬ઇ, (સી) તથા G.P.Act. કલમ-૧૩૫ મુજબ
(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.,સે.ગુ.ર.નં.૮૨/૧૪, જી.પી. એકટ ૧૧૦, ૧૧૭ મુજબ
(૩) રમેશ જુવાનસિંહ વસોયા, રહે.કિલાણા, વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓ :-
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ફર્સ્ટ ૬૧/૨૦૧૭, IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એકટ ૧૮ મુજબ
(૪)હરેશભાઇ રાણાભાઇ કારડીયા, રહે.ગામ-નાની વડાળ, વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓ :-
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ફ.ગુ.ર.નં ૨૧/૨૦૧૮ IPC ૩૫૪, ૩૨૩, G.P.Act.-૧૩૫ મુજબ આમ,મજકુર પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ વિવિધ હેડ તળે ગુન્હાઓ દાખલ થયેલ છે….

કબ્જે કરેલ મુદ્દામાલ:-

મજકુર પકડાયેલ ઈસમોના કબ્જામાંથી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયાર) પીસ્ટલ નંગ-૭, જે એક પિસ્ટલની કિ.રૂા.૨૦,૦૦૦/- એમ સાતેય પિસ્ટલની કુલ કિ.રૂા.૧,૪૦,૦૦૦/- તથા કુલ જીવતા કાર્ટીસ નંગ-૩૫, જે એક કાર્ટીસની કિ.રૂા.૫૦, લેખે, ૩૫ કાર્ટીસની કુલ કિ.રૂા.૧,૭૫૦/- તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૧૦, જેની કુલ કિ.રૂા.૩૭,૭૦૦/- તથા મજકુર સદરહું ગુન્હામાં ઉપયોગ કરેલ વાહનો જેમાં એક ઓટો રીક્ષા તથા બે મોટર સાયકલની કુલ કિ.રૂા.૧,૪૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ મળી કિ.રૂા.૩,૨૪,૪૫૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ, મજકુર પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી મજકુર પકડાયેલ ઈસમોને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે….

આમ,અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ., એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમને મધ્યપ્રદેશ (MP) ની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, સપ્લાય કરતી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયારો) નાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે….

Follow Me:

Related Posts