અમારા વિધાયકો ભાજપમાં નહીં જાય, કેજરીવાલનો તે દાવો ગુજરાતમાં ખોટો પડ્યોહવે આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં ચાર વિધાયકો બચ્યા
લોકસભા ચૂંટણી પગેલા ગુજરાતમાં સિટિંગ ધારાસભ્યોના રાજીનામા પડતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વિધાયકો ભાજપમાં જાય તેના કરતા આમ આદમી પાર્ટીની ચર્ચા વધુ છે. સવાલ એ છે કે હવે પાર્ટી પોતાના ધારાસભ્યોને એક કરીને રાખી શકશે? કે પછી કોંગ્રેસની જેમ તેણે પણ આવી સ્થિતિનો સામનો કરવો પડશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ જયારે આમ આદમી પાર્ટી રાજ્યમાં ૧૪ ટકા વોટશેર સાથે પાંચ સીટો જીતીને આવી હતી
ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને ત્યાં ૫ બેઠકો જીતવી એ બળદમાંથી દૂધ કાઢવા જેટલું મુશ્કેલ કામ છે. તેમનું આ નિવેદન ખુબ ચર્ચામાં આવ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજાે મોરચો ક્યારે પણ સફળતા મેળવી શક્યો નથી. ગુજરાતના પૂર્વ સીએમ શંકર સિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલે પણ કોશિશ ચોક્કસ કરી હતી છતાં કોઈ પ્રાદેશિક પક્ષ ઊભો થઈ શક્યો નહીં. ગત વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યો હતો અને મતદારોને કોંગ્રેસને મત ન આપવાની અપીલ સુદ્ધા કરી હતી.
કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસના જાે વિધાયક જીતશે તો તેઓ ભાજપમાં જતા રહે છે. આવામાં કોંગ્રેસને મત આપવો બેકાર છે. હવે જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં પહેલા વિધાયકનું રાજીનામું આપ આદમી પાર્ટીમાંથી પડ્યું છે. આવામાં કેજરીવાલની ગેરંટી કે અમારા વિધાયકો ભાજપમાં નહીં જાય તે દાવાને મોટો ઝટકો લાગ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતમાં કેજરીવાલ પણ પોતાની પાર્ટીને તૂટતી બચાવી શક્યા નહીં. હવે આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં ચાર વિધાયકો બચ્યા છે. જેમાં ડિડિયાપાડાથી જીતેલા ચૈતર વસાવા હાલ જેલમાં છે જ્યારે હેમંત ખવા, સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાએ તો પાર્ટી નહીં છોડવાનો દાવો કર્યો છે.
ત્રણ વિધાયકોએ જનતાના વિશ્વાસને નહીં તોડવાની વાત પણ કરી છે. પરંતુ ભાજપના નેતાઓનો દાવો છે કે આવનારા દિવસોમાં ઓછામાં ઓછા પાંચથી છ ધારાસભ્યોના રાજીનામા પડશે. હવે જાેવાનું એ રહેશે કે ભૂપત ભાયાણીના ગયા બાદ શું આમ આદમી પાર્ટી પોતાના વિધાયકોને સંભાળી શકશે કે પછી તેની હાલત પણ કોંગ્રેસ જેવી થશે. કારણ કે પાર્ટીએ આવો જ કઈક દાવો સુરતમાં કર્યો હતો. સુરતમાં પાર્ટીને ૨૦૨૧ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૭ બેઠક મળી હતી. અત્યાર સુધીમાં ૧૦ કોર્પોરેટરો ભાજપમાં જાેડાઈ ચૂક્યા છે. આવામાં ગુજરાતમાં કેજરીવાલની ગેરંટીને સુરત એપીસોડ બાદ હવે વિધાનસભા સ્તરે પણ મોટો ઝટકો મળ્યો છે.
વિસાવદરથી ચૂંટણી જીત્યા બાદ ભૂપત ભાયાણીએ સૂર બદલ્યા હતા પંરતુ એક વર્ષ સુધી તેઓ પાર્ટીમાં ટક્યા. ત્યારબાદ એક વર્ષ પૂરું થતા તેમણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રવાદી પાર્ટી ન ગણાવીને રાજીનામું ધરી દીધુ. ભાયાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ ઉદાસીન છે. રાજ્યમાં પાર્ટી નેતાઓ અને વિધાયકોને નેતૃત્વથી કોઈ મદદ મળી રહી નથી. ક્યાંકને ક્યાંક ભાયાણીએ કેન્દ્રીય નેતાઓની સક્રિયતા પર સવાલ ઊભા કર્યા હતા. હવે જાેવાનું એ છે કે આપની ટિકિટ પર ધારાસભ્ય બનેલા ભાયાણી શું ભાજપની ટિકિટ પર વિધાનસભા પહોંચી શકશે કે નહીં કારણ કે લોકસભા ચૂંટણીની સાથે જ રાજ્યમાં ખાલી પડેલી બે વિધાનસભાની સીટો માટે પણ ચૂંટણી થાય તેવી આશા સેવાઈ રહી છે.
Recent Comments