ગુજરાત

અમારા વિસ્તારમાં જ કેમ રેડ પાડો છો કહી રાજકોટમાં પોલીસ પર હુમલોગંભીરતાને જાેતા ક્રાઇમ બ્રાંચ ર્જીંય્ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો

રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક ૨૦થી ૨૫ લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને બાદમાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે. સ્થાનિક મહિલાઓ અને પુરુષો દ્વારા પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. અમારા વિસ્તારમાં જ કેમ રેડ પાડો છો એવુ કહીને સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વાતને લઇને મામલો બીચક્યો હતો અને ૨૦થી ૨૫ લોકોના ટોળાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની ગંભીરતાને જાેતા ક્રાઇમ બ્રાંચ ર્જીંય્ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.હાલમાં ૧૦ જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત કેટલીક મહિલાઓ અને અન્ય શખ્સો ફરાર થઇ ગયા છે તેમને શોધવા માટે પોલીસ દ્વારા રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. મહત્વનું છે કે રાજકોટનો થોરાળા વિસ્તાર પછાત વિસ્તાર છે અને અહીં આ વિસ્તારમાં દારુ અને જુગારની મોટા પ્રમાણમાં બદી જાેવા મળતી હોય છે.જેને લઇને પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે પછી મામલો બીચક્યો હતો અને ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી.

Related Posts