કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે. મને ખુશી છે કે, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ યુવતીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપવાનુ નક્કી કર્યુ છે. આ પ્રકારની મોંઘીદાટ વસ્તુઓનુ પ્રલોભન મતદારોને આપવાન ચલણ દક્ષિણના રાજ્યોમાં વધારે છે.
જાેકે હવે પ્રિયંકાએ યુપીમાં પણ તેની શરૂઆત કરી છે. અન્ય પાર્ટીઓને પણ હવે આ પ્રકારની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે.કોંગ્રેસે મહિલાઓના સહારે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટેની વ્યૂહ રચના ઘડી હોય તેમ લાગે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પહેલા તો યુપીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટો આપવાનુ એલાન કર્યુ છે અને હવે તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને સ્કૂટી અને સ્માર્ટ ફોન આપવામાં આવશે.
Recent Comments