દામનગર શહેર ની વિવિધ સરકારી કચેરી ઓ સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત શહેર ના દર્શનિક ભાગે અતિ સુવિધા યુક્ત બની ગઈ જુના કચેરી કમ્પાઉન્ડ માંથી પાલિકા પોલીસ સહિત ની કચેરી ઓના દફ્તરો મુખ્ય માર્ગ કાંઠે સ્થળાંતર થયા પણ દામનગર શહેર ની રેવન્યુ કચેરી નો ૧૯૬૧ માં અમરેલી જિલ્લા ની પુનઃ રચના માટે અમારા દામનગર તાલુકા નો લેવાયેલ ભોગ આજ સુધી પરત મળ્યો નથી શહેરી વિકાસ વિભાગ ની પાલિકા ની એક નાનકડી રૂમ માં નાયબ મામલતદાર કચેરી અને તા તલાટી મંત્રી બેચે છે
દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી મળે તે માટે અનેક માંગણી ઓ આંદોલનો પછી પણ તાલુકા મામલતદાર કચેરી અપાય નથી સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત સ્વાતંત્ર્ય મામલતદાર કચેરી માટે શહેર પ્રવેશદ્વાર ૨૧ નાળા પાસે જમીન સંપાદન થયા ને ૧૦ વર્ષ કરતા વધુ સમય થવા છતાં તાલુકા મામલતદાર કચેરી અપાતી નથી દામનગર શહેર સહિત ૨૫ થી વધુ ગ્રામ્ય વિસ્તારો ને સામાન્ય નાના નાના કામો માટે લાઠી તાલુકા મથકે ધક્કા થઈ રહ્યા છે જો દામનગર શહેર સહિત ૨૫ જેટલા ગામડા વચ્ચે જનસેવા તાલુકા મામલતદાર કચેરી અપાય તો રેવન્યુ જનસેવા જાતિ આવક અન્ન પુરવઠા ના સુધારા વધારા સામાન્ય રેવન્યુ કેસો તકરારો શાંતિ સુલેહ ના પગલાં ઓ માટે આ વિસ્તાર ને પડતી અગવડો દૂર થઈ શકે તેમ છે તાલુકા મામલતદાર કચેરી માટે સ્થળ મુકરર પણ થયેલ છે તેને ફસ્ટ પ્રાયોરિટી આપી દામનગર શહેર ને પુનઃ તાલુકા સ્તર ની સેવા ઓથી સુસજ્જ કરાય તેવી વર્ષો થી માંગ છે આગામી વિધાન સભા સત્ર દરમ્યાન આ અંગે ગુજરાત સરકાર ના પ્રતિનિધિ આ મુદ્દે મંજૂરી મેળવે તેવી સમગ્ર પંથક ને આશા છે



















Recent Comments