બોલિવૂડ

અમિતાભ બચ્ચનએ પોતાના ગજબનો ફેન્સની તસ્વીર શેર કરી

ઘણી વખત અમિતાભના ચાહકો કંઈક અલગ કરતા જાેવા મળે છે. આ અગાઉ જબલપુરમાં પણ એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષાને અમિતાભ બચ્ચનનું મંદિર બનાવી દીધું. એટલું જ નહીં, તે દરરોજ બિગ બીની પૂજા પણ કરે છે. શહેરમાં લોકો તેને મનોજ રિક્ષાવાલા તરીકે ઓળખે છે. જાે કોઈ ગ્રાહક મનોજની સામે અમિતાભ બચ્ચનની પ્રશંસા કરે તો મનોજ તેની પાસેથી ભાડું પણ લેતો નથી. મનોજ કહે છે કે, જેને મારી પસંદગી પસંદ છે, તો હું તેની પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું ?મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કરોડો ફેન્સ છે. શ્રેષ્ઠ અભિનય અને મજબૂત અવાજમાં ડાયલોગ બોલવાની રીત દરેક ફેન્સના દિલમાં વસી જાય છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ છેલ્લા પાંચ દાયકાથી સક્રિય છે. યુવાન હોય કે વૃદ્ધ દરેક ઉંમરના લોકો બચ્ચનને પસંદ કરે છે. તાજેતરમાં બિગ બીના ચાહકે કંઈક એવુ કર્યુ છે, જે ખરેખર પ્રશંશનીય છે.

આ ફેન્સ હાલ સોશિયલ મીડિયાની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પશ્વિમ બંગાળમાં અમિતાભ બચ્ચનના ફેન્સે મહાનાયકના ડાયલોગથી પ્રભાવિત થઈને કંઈક એવુ કર્યુ કે, સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. આ વ્યક્તિએ પોતાની ગાડી બિગ બી ના ડાયલોગથી પેઈન્ટ કરી, એટલુ જ નહિ આ વ્યક્તિએ નક્કી કર્યુ હતુ કે, જ્યાં સુધી ‘મહાનાયક’ ગાડી પર પોતાનો ઓટોગ્રાફ ન આપે, ત્યાં સુધી તે ગાડી ચલાવશે નહિ. આ ક્રેઝી ફેન્સને જાેઈને બચ્ચન પણ પોતાની જાતને રોકી શક્યા નહિ. મહાનાયકે આ ફેન્સ અને ગાડી સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઈન્ટરનેટની દુનિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ અને તેમની ગાડી સાથે તસવીર શેર કરીને લખ્યુ કે, “આ વ્યક્તિએ મારી ફિલ્મોના ડાયલોગથી તેમની ગાડીને પેઈન્ટ કરાવી છે. તેના શર્ટમાં પણ મારી બધી ફિલ્મોના નામ છે. એટલુ જ નહિ તમે આ ગાડીનો દરવાજાે ખોલો છો ત્યારે સાઉન્ડ સિસ્ટમમાં મારા ડાયલોગ સંભળાય છે. આ ખુબ આશ્ચર્યજનક છે.”

Follow Me:

Related Posts