અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ૪ મિત્રોના સંબંધ પર આધારિત
સૂરજ બડજાત્યાની આ ફિલ્મનું શિર્ષક ઊંચાઇ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ નેપાલમાં ૪૦ દિવસના શેડયુલ સાથે ઓકટોબરમાં શરૂ કરવાની યોજના છે. આ ચારેય અભિનેતાઓ મિત્રોના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ નેપાળ ઉપરાંત મુંબઇ અને દિલ્હીમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૨ સુધીમાં પુરુ કરવાની યોજના છે. નીના ગુપ્તા, સારિકા અને પરિણિતી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જાેવા મળશે. જાેકે તેમના પાત્રોની મહિતી બહાર પાડવામાં આવી નથી.દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, બોમન ઇરાની,ડેની ડેન્ઝપ્પા અને અનુપમ ખેર પણ જાેવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા, નીના ગુપ્તા અને સારિકા પણ મહત્વના રોલમાં હશે.
Recent Comments