બોલિવૂડ

અમિતાભ બચ્ચનને પગની આંગળીમાં ફ્રેકચર

બિગ બીએ પોતાના ભૂતકાળના જુના દિવસોને યાદ કર્યા છે. તેમણે પોતાની યુવાનીની તસવીર શેર કરી છે. જેની સાથે કેપ્શન લખ્યું છે કે, કાશ, આ દિવસો પાછા આવી શકતા હોત તો કેટલું સારું થાત. અમિતાભબચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ ૧૩નું શૂટિંગ કરી રહ્યા છે. ૭૮ વર્ષીય અભિનેતાના પગની આંગળીમાં હાલ ફ્રેકચર થઇ ગયું છે જેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છર્લ્‌ હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં ઇજા પામેલી આંગળીની તસવીર શેર કરી છે.અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, પગની આઁગળીમાં ફ્રેકચર થતા જૂતા નકલી.પગની આંગળીઓ જખમી થતા અને તૂટી જતા તેની કોમળ સુરક્ષા માટે જાેડા બદલવા પડયા.

Related Posts