મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ઈજા થતાં હેલ્થ અપડેટ આપ્યું છે. બિગ બીએ પણ તેમના ફેન્સને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો હતો, અને આશા વ્યક્ત કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં રેમ્પ પર પાછા આવશે. અમિતાભે ઈન્સ્ટાગ્રામ પર એક શોના રેમ્પ પર વોક કરતી પોતાની તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેમણે કૅપ્શન આપ્યું છે કે, મારા સાજા થવા માટેની બધી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર.. હું સ્વસ્થ્ય થઈ રહ્યો છું, આશા છે કે, ટૂંક સમયમાં રેમ્પ પર પાછા આવવાનો પ્રયત્ન કરીશ.
તમને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં પ્રોજેક્ટ દ્ભના શૂટિંગ દરમિયાન અમિતાભને ઈજા થઈ હતી. અભિનેતાએ તેના બ્લોગ પર તેની હેલ્થ અપડેટ શેર કરી છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધા પછી અને સીટી સ્કેન કરાવ્યા પછી, તે મુંબઈ જવા રવાના થયા, જ્યાં તે પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. ફિલ્મમાં એક એક્શન સિક્વન્સ દરમિયાન તેની જમણી પાંસળીના સ્નાયુઓમાં ઈજા થઈ હતી. તેમણે લખ્યું કે, આ ઘટના પછી ફિલ્મનું શૂટિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું. આ પ્રોજેક્ટ અશ્વિની દત્ત દ્વારા લખાયેલ અને નિર્દેશિત સાયન્સ ફિક્શન ફિલ્મ છે. તેલુગુ અને હિન્દીમાં એક સાથે શૂટ કરવામાં આવી રહ્યું છે, આ શોમાં અમિતાભ, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી છે.
અમિતાભ બચ્ચને ૫૦ વર્ષથી વધુ સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. ૮૦ વર્ષની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચનનો જાદુ ઈન્ડ્સ્ટ્રીઝ પર છવાયેલો છે. ઉંમરના આ તબક્કે પણ અમિતાભ બચ્ચનનો ઉત્સાહ કોઈ યુવાન કરતા ઓછો નથી. આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન સ્ક્રીન પર એક્શન કરતા જાેવા મળે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા.
ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સીનમાં અમિતાભ બચ્ચનને પાંસળીમાં ઈજા થઈ હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી, જેમાં બિગ બીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે જાણકારી આપી હતી. અમિતાભ બચ્ચને એક ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતુ કે, તેઓ જલ્દી સ્વસ્થ થઈને રેમ્પ પર પાછા ફરશે.
Recent Comments