અમિતાભ બચ્ચને જાહેર અપીલ કરી, રમૂજી અંદાજમાં ટિ્વટર પર તેમને બ્લુ ટિક પરત કરવાની માંગ કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/Page-11-1140x620.jpg)
ટિ્વટરે અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ એક્ટર્સ-એક્ટ્રેસીસના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દીધી. હવે બ્લુ ટિક ફક્ત તે જ લોકોને આપવામાં આવી રહી છે, જેઓ તેના માટે ફિક્સ પેમેન્ટ કરશે. બ્લુ ટિક હટાવવાને કારણે ઘણા લોકોએ તેના પર વાંધો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઘણા લોકોએ બ્લુ ટિક માટે ટિ્વટરને પૈસા ન આપવાની વાત કરી હતી. અમિતાભે શુક્રવારે જાહેર અપીલ કરી અને રમૂજી અંદાજમાં ટિ્વટર પર તેમને બ્લુ ટિક પરત કરવાની માંગ કરી. આ સાથે તેણે કહ્યું કે તેણે પેમેન્ટ કરી દીધું છે, પરંતુ તેની બ્લુ ટિક પરત કરવામાં આવી નથી. અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં ફની અંદાજમાં ટ્વીટ કર્યું, “એ ટિ્વટર ભાઈ! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પૈસા પણ ચૂકવી દીધા છે… તો અમારા નામની આગળ બ્લુ ટિક લગાવો ભાઈ, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ – અમિતાભ બચ્ચન… હાથ તો જાેડી લીધા છે અમે. હવે શું પગે પડવુ પડશે?? બિગ બીની આ અપીલ જાેઈને ટિ્વટરે તેમનું એકાઉન્ટ ફરી વેરિફાઈ કર્યું છે. અમિતાભ બચ્ચને તેમની બીજી ટ્વીટમાં જણાવ્યું કે તેમને ટિ્વટર પરથી બ્લુ ટિક પાછું મળી ગયું છે.
તેણે લખ્યું, “એ મસ્ક ભૈયા! તમારો ખૂબ ખૂબ આભાર! અમારા નામ આગળ નીલ કમલ લાગી ગયું છે! હવે શું કહું ભાઈ! મને ગીત ગાવાનું મન થઇ રહ્યું છે! સાંભળશો? લો સાંભળોઃ “તૂ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક… તૂ ચીઝ બડી હૈ મસ્ક” અમિતાભ બચ્ચન અહીં જ ન અટક્યા, તેમણે બીજું ટિ્વટ કર્યું અને લખ્યું, અરે ‘ટિ્વટર માસી! ગજબ થઇ ગયું!! એ નીલ કમલ (બ્લુ ટિક) લગાવ્યા પછી, નીલ કમલ એકલો પડ્યો ગભરાઇ રહ્યો હતો! તેથી અમે વિચાર્યું, ચાલો તેને કંપની આપીએ. તેથી તેની બાજુમાં અમે અમારો ધ્વજ (તિરંગો) લગાવી દીધો! અરે, લગાવવામાં ટાઇમ લાગ્યો નહીં, એટલામાં નીલ કમલ ભાગી ગયું. હવે? શું કરુ?” અમિતાભ બચ્ચને તે લોકોને અન્ય ટિ્વટ કરીને જવાબ આપ્યો, જેઓ બિગ બીના ટિ્વટરને માસી કહેવા પર મજા લઇ રહ્યા હતા. એક ટિ્વટમાં અમિતાભે ટિ્વટરને માસી કહેવાનું કારણ જણાવ્યું. તેમણે લખ્યું, “આ લો! અને મુશ્કેલી આવી છે! બધા પૂછે છે, ‘ટિ્વટરને તમે ‘ભાઈ’ કહો છો, ! હવે તે ‘માસી’ કેવી રીતે બની ગયું? તો અમે સમજાવ્યું, પહેલા ટિ્વટરની નિશાની, એક કૂતરો છે, તો તેને ભાઇ કહ્યો. હવે તે ફરીથી ચકલી બની ગયો છે, તેથી ચકલી તો પક્ષી છે, તેથી તે માસી છે.”
Recent Comments