fbpx
બોલિવૂડ

અમિતાભ બચ્ચને રોલ છોડતા જ ડેનીનું નસીબ ચમક્યું, જાણો એવું શું થયું હતું

૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સિક્કિમમાં જન્મેલા ડેનીએ બોલિવૂડમાં ૨૦૦થી વધુ ફિલ્મો કરી છે. ડેની, જેણે ૮૦ અને ૯૦ ના દાયકાના એકથી એક સારા પાત્રોને ભજવી લોકોના દિલોમાં રાજ કરનારા ડેનીએ મુંબઈના ફાસ્ટ જીવનને તેના જીવનનો ભાગ બનવા દીધો નહી. ડેનીએ હાલમાં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘હાઈટ’ કરી છે. જાેકે, પહેલા એવો સમય આવ્યો કે, અમિતાભ બચ્ચને જે રોલ કરવાની ના પાડી હતી તે રોલ ડેનીએ કરીને તેનુ નસીબ ચમકાવ્યું હતુ. આટલું જ નહીં આ પાત્રના આધારે ડેનીની કારકિર્દીની પણ શરૂઆત થઈ હતી. ડેનીએ પોતે આ વાર્તા કહી છે. ‘

વાઈલ્ડ ફિલ્મ્સ ઈન્ડિયા’માં તેના ટર્નિંગ પોઈન્ટ પાત્રની વાર્તા વર્ણવતા ડેનીએ જણાવ્યું હતુ કે, ‘હું ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કરતો હતો. આ સમય દરમિયાન મને મ્ઇ ચોપરાને મળવાનો મોકો મળ્યો. તેણે મને કહ્યું કે, તારે મુંબઈ આવવું હોય તો મને મળો. ડેની પણ અભ્યાસ પૂરો કર્યા બાદ સંઘર્ષ કરવા માટે મુંબઈ ગયો હતો, અને તે સૌપ્રથમ આવીને મ્ઇ ચોપરાને મળ્યો હતો. મ્ઇ ચોપરા તે દિવસોમાં તેની ફિલ્મ ધૂંધનું કાસ્ટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ માટે ડેનીને ઈન્સ્પેક્ટરની રોલ આપવામાં આવ્યો હતો. પરંતુ ડેનીને આ ફિલ્મમાં એક નેગેટિવ પાત્ર પસંદ આવ્યું હતું.

ડેનીએ કહ્યું કે, ‘મેં મ્ઇ ચોપરાને ઈન્સપેક્ટરની ભૂમિકા ભજવવાની ના પાડી અને તેમને નકારાત્મક ભૂમિકા ભજવવા માટે કહ્યું. પરંતુ આ રોલ માટે અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી હતી. જેનાથી ડેનીને તે ફિલ્મ ન મળી. ત્યારે અમિતાભ બચ્ચનની આનંદ હિટ બની હતી. જેને લીધે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ ચોપરા સાહેબે શત્રુઘ્ન સિંહાને કાસ્ટ કર્યા હતા.

પરંતુ તે સમયસર ન પહોંચતા તે રોલ આખરે ડેનીને મળ્યો હતો. આ રોલ પછી ડેનીની કારકિર્દીએ રાતોરાત ચમકી ગઈ હતી. રમેશ સિપ્પીની શ્રેષ્ઠ ફિલ્મ શોલેમાં અમજદ ખાનનું પાત્ર ગબ્બર આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ૪ દાયકા પછી પણ લોકો આ પાત્રને ભૂલી શક્યા નથી. તમને જણાવી દઈએ કે, ગબ્બરના રોલ માટે ડેની પહેલી પસંદ ન હતા, અમજદ ખાન નહીં. જાેકે, ડેની તે દિવસોમાં ફિરોઝ ખાનની ફિલ્મ ધર્માત્મામાં વ્યસ્ત હોવાને કારણે આ રોલ કરી શક્યા ન હતા. બાદમાં આ પાત્ર અમજદ ખાનને આપવામાં આવ્યું હતું. જેણે આ પાત્ર માટે અમજદ ખાનને પણ ફેમસ બનાવ્યો હતો. જાેકે, ડેનીએ ઘણી ફિલ્મોમાં યાદગાર વિલનનું પાત્ર ભજવ્યું છે. ડેનીએ ૧૯૯૨માં આવેલી ફિલ્મ દ્રોહીમાં રાઘવ નામના ભયાનક ગુનેગારની ભૂમિકા ભજવી હતી.

Follow Me:

Related Posts