કન્નડ સ્ટાર યશને KGFના કારણે પાન ઈન્ડિયા ઓળખ મળી છે. આગામી ફિલ્મ ટોક્સિકના કારણે ચર્ચામાં રહેલા યશને હિન્દી ફિલ્મો જોવાનો પહેલેથી શોખ છે. યશે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન તેના ઓલટાઈમ ફેવરિટ છે. બચ્ચન અને શાહરૂખનો તે મોટો પ્રશંસક છે. રણવીર સિંહ અને રણબીર કપૂર અંગે યશે જણાવ્યું હતું કે, તેઓ પણ ખૂબ સારા છે.
રણવીર સિંહની શરૂઆતની ફિલ્મો યશને ગમતી ન હતી, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની જોયા બાદ યશને રણવીર સિંહની એક્ટિંગ ગમવા માંડી હતી. પદ્મવાતમાં રણવીરનો રોલ જોઈને યશ પ્રભાવિત થયો હતો. રણબીર કપૂર વિશે યશે કહ્યું હતું કે, તે ખૂબસારો એક્ટર છે, પરંતુ શરૂઆતમાં તે ડિસ્ટ્રેક્ટ લાગતો હતો. ‘સંજુ’ બાદ તેમાં સુધારો આવ્યો છે. કેજીએફ ટીમને ફરહાન અખ્તર અને રીતેશ સિધવાની ખૂબ સપોર્ટ કરી રહ્યા હોવાનું જણાવતા યશે કહ્યું હતું કે, તેઓ અમારી ફિલ્મોને સારી રીતે પ્રેઝન્ટ કરે છે. તેમના કારણે જ લોકો KGF વિષે વધુ જાણતા થયા છે.


















Recent Comments