બોલિવૂડ

અમિતાભ બચ્ચન ‘પ્રોજેક્ટ કે’ના એક્શન સિક્વન્સનું શૂટિંગ દરમિયાન ઘાયલ, પાંસળીમાં ઈજા

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે માઠા સમાચાર છે. હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ એક્ટર મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યા છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. સિનિયર બચ્ચને એક બ્લોગ લખીને આ માહિતી આપી હતી. આ અકસ્માત અંગે અમિતાભ બચ્ચને માહિતી આપી છે.

અભિનેતાએ જણાવ્યું કે હૈદરાબાદમાં પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટના એક્શન શોટ દરમિયાન બની હતી. અમિતાભને પાંસળીમાં ઈજા થઈ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે તેમને પાંસળીમાં ઈજા થઈ છે. તેણે લખ્યું, “હું હૈદરાબાદમાં પ્રોજેક્ટ કે માટે એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થયો હતો…શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે…ડોક્ટરોએ ચેકઅપ કર્યુ અને હૈદરાબાદની છૈંય્ હોસ્પિટલમાં સીટી સ્કેન કર્યું અને ઘરે પાછો આવી ગયો છું. સ્ટ્રેપિંગ કરવામાં આવી રહ્યું છે અને અન્ય વસ્તુઓ કહેવામાં આવી રહી છેપ હા ખૂબ પીડા થઇ હતી. હલનચલન અને શ્વાસ લેવામાં પણ. અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે.

તેમને દુખાવાની દવા આપવામાં આવી છે. તેણે લખ્યું, “તેથી જે પણ કામ કરવાનું હતું તેને હું સાજાે ન થાય ત્યાં સુધી રોકી દેવામાં આવ્યું છે અને કેન્સલ કરવામાં આવ્યું છે… હું જલસામાં આરામ લઉં છું અને જરૂર પડે ત્યારે જ ચાલુ-ફરું છું… પણ હા હું આરામ કરું છું અને મોટાભાગે સૂઈ રહું છું.” પોતાના બ્લોગમાં તેણે એ પણ માહિતી આપી હતી કે તે તેના ફેન્સને મળી શકશે નહીં. તેમનો બ્લોગ તારીખ ૪ અને ૫ માર્ચ છે. તેમણે લખ્યું છે કે, “આજે સાંજે જલસા ગેટ પર મારા ફેન્સને મળવું મુશ્કેલ હશે અથવા મારે એમ કહેવું જાેઈએ કે હું તેમને મળી શકીશ નહીં. એટલા માટે આવતા નહીં. અને જે લોકો આવવા માંગે છે તેમને કહોપ.બાકી બધુ બરાબર છે.

Related Posts