વિધાનસભા ગૃહમાં મહાઠક કિરણ પટેલની ચર્ચા ન થાય તે માટે સમગ્ર વિપક્ષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાએ કર્યો હતો. વિધાનસભાના પગથીયા પર તેમણે સુત્રોચ્ચાર અને વિરોધ કર્યો હતો. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ કાશ્મીરમાં અનેક કાશ્મીર સંવેદનશીલ અનેક જગ્યાએ મુલાકાત કરી હતી. જ્યારે પોતે વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનો ખોટા કાર્ડ છપાવ્યા હતા. મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાના પગથીયા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, ગૃહમાં કિરણ પટેલના કાંડ બાબતે ચર્ચા થાય નહિ એટલે કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને પૂરા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત વિધાનસભાના પગથિયા ઉપર કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાન એવા અમિત ચાવડા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કિરણ પટેલ ને ક્યાંક ને ક્યાંક સીએમઓ અને પીએમઓ ના છુપા આશીર્વાદ છે. મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હશે. જ્યારે કિરણ પટેલે કાશ્મીર સુધીની સફરમાં અનેક લોકોને ઠગયા છે.
જ્યારે કાશ્મીર જે દેશનો સૌથી સુરક્ષા માટેનો સમય વિસ્તાર કહેવાય ત્યાં આગળ ઝેડ પ્લસની સુરક્ષા લઈને ફર્યા અનેક સુરક્ષાના સંવેદનશીલ વિસ્તારોમાં વિઝીટ કરી અનેક લોકોને સૂચનાઓ આપી અને સીએમોના આશીર્વાદ થી ય્ ૨૦ માટેની અધિકારીઓની મીટીંગ બોલાવે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર રોફ જમાવવાનો આદેશો આપે છે. અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કાર્ય હતા કે, ડબલ એન્જીન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જાેયું અને આ મુદ્દાને લીધે ગુજરાતની છબી ખરડાય છે.
કોંગ્રેસ પક્ષે ગૃહમાં કિરણ પટેલના મુદ્દાની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં સભા ૧૧૬ની નોટિસ દરખાસ્ત કરી અને ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાન જવાબ આપે એની માગણી કરવાના હતા. ૧૧૬ ની નોટિસો આવવાની હતી ત્યારે સરકાર ચર્ચામાંથી ભાગવા માંગે છે આમાં શું છુપાવવા માંગે છે કે, કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ગઈકાલનો બનાવ ખાલી વિરોધનો હતો અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Recent Comments