fbpx
રાષ્ટ્રીય

અમિત શાહના ઘરમાં ચોકીદારના રૂમના નજીક તે બિનઝેરી સાપ જાેવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુરૂવારે એક સાપ મળી આવ્યો હતો. પાંચ ફૂટ લાંબા આ સાપને સામાન્ય રીતે એશિયાઇ જલ સર્પ કહેવામાં આવે છે. આ ‘ચેકર્ડ કીલબેક’ પ્રજાતિનો સાપ હતો. સુરક્ષા કર્મીઓએ ચોકીદારના રૂમના નજીક તે બિનઝેરી સાપ જાેયો અને વન્યજીવ સુરક્ષા તથા સંરક્ષણ માટે કામ કરનાર બિન સરકારી સંગઠન (એનજીઓ?) ‘વાઇલ્ડલાઇફ એસઓએસ’ ને તેની જાણકારી આપી. એનજીઓની બે સભ્યોની ટીમે લાકડાની તિરાડ વચ્ચે બેઠેલા સાપને બહાર કાઢ્યો. ગાર્ડ રૂમની પાસે સાપને જાેઇને તેમણે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ એસોએસને તેના ૨૪ટ૭ હેલ્પલાઇન નંબર ૯૮૭૧૯૬૩૫૩૫ પર એલર્ટ કર્યું.

એનજીઓએ કહ્યું કે ગુરૂવારે સવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે સાપ જાેઇને સુરક્ષાકર્મીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. ચોકીદારના રૂમની નજીક આ સાપને જાેયા બાદ તેમણે વાઇલ્ડલાઇફ એસઓએસને સૂચના આપી હતી. બે સભ્યોની ટીમે સાપને બહાર કાઢ્યો. સાપ ચોકીદારના રૂમની પાસે લાકડાની તિરાડમાં હતો. ચેકર્ડ કીલબેક મુખ રૂપથી સરોવર, તળાવ, નદી, કુવા અને નાળા જેવા જળસ્ત્રોતોમાં મળી આવે છે. સાપોની આ પ્રજાતિને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ બીજી અનુસૂચીના અંતગર્ત સંરક્ષિત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts