fbpx
રાષ્ટ્રીય

અમિત શાહની મુલાકાત પહેલા મણિપુરમાં ફરી ફાટી નિકળી હિંસા

મણિપુરમાં ફરી ફાટી નિકળી હિંસા, ૫ લોકોના મોત ૧૨ ઘાયલ

મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સિવાય અન્ય મંત્રીઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓના લોકોને મળશે. આ દરમિયાન હિંસા અને સમાધાનનો સામનો કરવાનો રસ્તો શું હોઈ શકે. તેની વિચારણા કરશે. મણિપુર હિંસાનો સામનો કરવા માટે તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર હિંસાનો તબક્કો ઉગ્ર બન્યો છે. રવિવારે જ ફરી એકવાર ફાટી નીકળેલી હિંસામાં એક પોલીસકર્મી સહિત ૫ લોકો માર્યા ગયા હતા. આ સિવાય ૧૨ અન્ય લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સૈન્ય દ્વારા સમુદાયોને નિઃશસ્ત્ર કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી તાજેતરની અથડામણો શરૂ થઈ હતી. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું ત્યારથી ઘરોમાં આગચંપી અને લોકો પર ગોળીબારમાં સામેલ લગભગ ૪૦ સશસ્ત્ર આતંકવાદીઓ માર્યા ગયા છે.

રાજ્ય સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા, મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે તાજેતરના રાઉન્ડમાં “સમુદાયો વચ્ચે નહીં પરંતુ કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે” અથડામણ થઈ હતી. ૧૬ અને સ્નાઈપર રાઈફલ્સની જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં આ આતંકવાદીઓને નિશાન બનાવ્યા. આટલું જ નહીં છેલ્લા ૪ દિવસમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં ૪૦ આતંકીઓ પણ માર્યા ગયા છે. સીએમ બિરેન સિંહે રવિવારે જ કહ્યું હતું કે મણિપુરમાં ૪૦ સશસ્ત્ર કુકી આતંકવાદીઓ માર્યા ગયા છે. મણિપુરમાં ૩ મેથી હિંસા ચાલુ છે. રાજ્યની રાજધાની ઇમ્ફાલની આસપાસ સ્થાયી થયેલા મેઇતેઇ સમુદાય અને પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. આ મણિપુર હાઈકોર્ટના એક ર્નિણયને કારણે છે, જેમાં તેણે સરકારને સલાહ આપી હતી કે તે મેઈતેઈ સમુદાયને એસટીનો દરજ્જાે આપવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલે. શું હતો સમગ્ર વિવાદ?.. તે જાણો.. રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને ત્યારથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં ૭૯ લોકોના મોત થયા છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે કુકી આતંકવાદીઓ સશસ્ત્ર છે અને તેઓ હિંસા વધારી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ પણ બદમાશોથી બચી રહ્યા નથી અને તેમના ઘર પર હુમલા થઈ રહ્યા છે.

Follow Me:

Related Posts