ગુજરાત

અમિત શાહની 10 તારીખે ગુજરાત મુલાકાત, ગાંધીનગરમાં ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે

અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં ફરી તેમની મુલાકાત થશે. ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ  ગાંધીનગર ખાતે આવીને તેઓ 10 એપ્રિલના રોજ કરશે, વિધાનસભા ચૂંટણીઓ પહેલા લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો થઈ રહ્યા છે. ગાંધીનગરમાં આ ભવન અત્યારે તૈયાર થઈ ગયું છે. ત્યારે તેનું ઉદઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કે જેમનો મત વિસ્તાર ગાંધીનગર છે જેમાં ખાસ કરીને માણસાના તેઓ વતની છે. ત્યારે તાજેતમાં જ તેમનો તેમના મત વિસ્તારમાં પ્રવાસ હતો ત્યારે તેઓ ફરી તેમના મતવિસ્તાર ખાતે આવી રહ્યા છે. 10 એપ્રિલના રોજ તેઓ ગાંધીનગર આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તેમના મત વિસ્તાર ને લઈને હંમેશા સંવેદનશીલ રહ્યા છે ત્યારે કલોલમાં વિવિધ ખાતમુહૂર્ત અને વિકાસના કામોના લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યા છે.
15 દિવસમાં શાહ નો આ બીજો ગુજરાત પ્રવાસ છે અને મહિનામાં તેઓ ત્રીજીવાર આવશે અગાઉ સૂરતના એક પ્રાેગ્રામમાં પણ તેઓ અગાઉ ગુજરાત આવ્યા હતા. 

Related Posts