ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ૫ જેટલી બેઠકો યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ અને ચૂંટણી લક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગૌરવ યાત્રાની તૈયારીની સમીક્ષા કરતા અમિત શાહે ગુજરાતના નાગરિકો સમક્ષ કેન્દ્ર અને રાજય સરકારની વિકાસ યાત્રાના કાર્યો સારી રીતે મૂકવાનું સૂચન કર્યુ હતું. અમિત શાહે કોર કમિટી, વિધાનસભા ઇન્ચાર્જ, મહામંત્રીઓ, ગૌરવ યાત્રા અને ઇલેકશન વ્યવસ્થા સહિતની બાબતોને લઇને બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતી શિયાળ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોર કમિટીની બેઠકમાં ચૂંટણીલક્ષી તૈયારીની ચર્ચા થઇ હતી. જેમાં ગૌરવ યાત્રાને સફળ બનાવવા ખાસ લક્ષ્ય આપવામાં આવ્યું હતું. ગૌરવ યાત્રા રાજ્યભરમાં ૫ સ્થળો પરથી ૭ ઓકટોબરથી નીકળશે. આ યાત્રામાં કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી ગુજરાતને કેટલો ફાયદો થાય તે બાબત પણ લોકો સમક્ષ મુકવાની ચર્ચા થઇ હતી. ઉપરાંત રાજય સરકારની કામગીરી ખાસ ઉજાગર કરવાની ચર્ચા થઇ હતી.
અમિત શાહે ગાંધીનગર કમલમમાં બેઠક યોજી,ચૂંટણીની તૈયારીઓ અંગે કરી સમીક્ષા

Recent Comments