ગુજરાત

અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીપોરજાેય વાવાઝોડા બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમજ કહ્યું હતું કે ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક બીપોરજાેયનો સામનો કર્યો છે. તેમજ આ ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ બાદ સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ અમિત શાહે રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી. ગૃહપ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકાર નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કરશે. પરંતુ હાલ સરકારની કામગીરી સ્થિતિને પૂર્વવત કરવાની છે. જે બાદ સરવે હાથ ધરી સહાય જાહેર કરાશે.કચ્છમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત સરકારના વખાણ કર્યા સાથે જ તમામ રાહત અને બચાવ ટીમ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા. અમિત શાહે જણાવ્યું કે વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા છે.

Follow Me:

Related Posts