અમિત શાહે 25 જિલ્લાની 58 બિલ્ડિંગો લોકાર્થે ખુલ્લી મૂકી, કહ્યું, “દેશભરમાં પોલીસ સેટિસ્ફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે” સરદાર સાહેબની જન્મભૂમિમાં આવીને હંમેશા ચેતના અને ઉર્જા પ્રાપ્ત થાય છે – ગૃહમંત્રી પોલીસ જવાનો તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા બેઠી છે – ગૃહમંત્રી રૂ. 347 કરોડના ખર્ચે રાજ્યના 25 જિલ્લામાં 58 જેટલા બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરાયું ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજે રવિવારના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં બંધાયેલા નવનિર્મિત પોલીસના રહેણાંક તથા બિનરહેણાંક આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હેલીપેડ ખાતે સવારથી જ સભામંડપમાં લોકો અમિત શાહને સાંભળવા આવ્યા હતા. ખાસ કરીને નડિયાદીઓ ઘેલમાં આવી ગયા હતા. 347 કરોડના ખર્ચે કુલ 58 મકાનોમાં રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવું સાયબર ક્રાઇમ યુનિટ, આઇ.બી. કચેરી, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન, પોલીસના રહેણાંક આવાસો, ડાંગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટસ ફેસીલીટી સહિતના બિલ્ડીંગોનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ડાબેથી ગૃહમંત્રી અમિત શાહ અને જમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાબેથી ગૃહમંત્રી અમિત શાહ અને જમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 347 કરોડના ખર્ચે આજે 58 જેટલા ભવનોનું લોકાર્પણ થયું રહેણાંક આવાસોની ડિઝાઇનમાં સુધારો કરી ક્ષેત્રફળમાં વધારો, પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે ફુલ ફર્નિશ્ડ 2BHK મકાન વિવિધ સવલતો સાથે બેડરૂમ, મોડ્યુલર કિચન વુડન કબાટ, હાઇરાઇઝ મકાનોમાં લીફ્ટ, કેમ્પસમાં પાર્કિંગ, પેવર બ્લોક, બાળકો માટે રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી, બાગબગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન સમેત અનેક સવલતો સહિતના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે, આ લોકાર્પણ કાર્યક્રમનું તમામ જિલ્લા શહેર ખાતે બાયસેગ કૈયુ બેન્ડથી લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 347 કરોડના ખર્ચે આજે 58 જેટલા ભવનોનું લોકાર્પણ થયું રૂપિયા 347 કરોડના ખર્ચે આજે 58 જેટલા ભવનોનું લોકાર્પણ થયું ગૃહમંત્રીએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં મોડા પડવા બદલ ક્ષમા પ્રાર્થી હતી. તેમજ સમગ્ર ભારતનો નકશો જે લોખંડી પુરુષના કારણે સાકાર થયો એવા સરદાર પટેલ સાહેબની જન્મભૂમિમાં આવીને હંમેશા ચેતના અને ઉર્જા પ્રાપ્ત થાય છે એમ કહી શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશભરની પોલીસ સુરક્ષા માટે કટિબદ્ધ છે. દેશ તોડવા વાળા અનેક લોકોએ દેશને તોડવાની કોશિશ કરી, જેને પોલીસે વિફળ કરી, જેમાં 35 હજારથી વધારે પોલીસ બળના લોકોએ પોતાનું જીવનું બલિદાન આપ્યું. ઘણીવાર પોલીસ માટે આપણે નેગેટીવ શબ્દો વાપરીએ છીએ, પણ જો આ લોકોએ પોતાનું બલિદાન ન આપ્યું હોત તો આપણ સુરક્ષિત ન હોત, તમામ જીવ ગુમાવનારા પોલીસ જવાનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે નડિયાદ ખાતેથી રૂપિયા 347 કરોડના ખર્ચે આજે 58 જેટલા ભવનોનું લોકાર્પણ થયું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીથી લઇને ભૂપેન્દ્ર પટેલ સુધીના સમયગાળામાં રૂપિયા 3840 કરોડ ખર્ચી 31 હજાર 146 જવાનોને રહેવાના મકાનો આપવાનું કામ ભાજપે કર્યુ છે. પોલીસ સેટિસ્ફેક્શન રેશિયોમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે – અમિત શાહ તેમણે આગળ જણાવ્યું હતું કે દરેક વાર-તહેવારમાં પોલીસ જવાનો પોતાના ઘરબાર મૂકી આપણી સુરક્ષામાં ખડેપગે ઉભા રહે છે. આ 31 હજાર જવાનો માટે એટલું સુનિશ્ચિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા બેઠી છે. દેશભરમાં પોલીસ સેટિસ્ફેક્શન રેશિયોમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે એ વાતનું આપણે ગૌરવ લેવું જોઇએ મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા આવી પહોંચ્યા મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા આવી પહોંચ્યા કોંગ્રેસ સરકારે વર્ષો સુધી સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ કર્યુ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ભાજપ પક્ષ સરકારમાં આવ્યો એ પહેલાનું ગુજરાત મેં જોયું છે. કોંગ્રેસ સરકારે વર્ષો સુધી સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ કર્યુ, કોમી રમખાણો ફેલાવવાનું કામ કર્યુ. જેનું પરિણામે ગુજરાતમાં એક સમયે 365માંથી 200 દિવસ કરફ્યુ રહેતો હતો. પહેલા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા આવે ત્યારે રમખાણ થયું જ હોય, ભાજપની સરકાર આવ્યા પછી એકપણ વ્યક્તિએ રથયાત્રા પર હુમલો કરવાની હિંમત નથી કરી. કારણ કે એ તમામ અત્યારે જેલના સળિયા પાછળ જગન્નાથ જગન્નાથ કરતા બેઠા છે. કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી નાર્કોટિક્સ પકડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે – અમિત શાહ તેમણે ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરતા કહ્યું હતું કે ગુજરાત શાંતિના ક્ષેત્રમાં સરહદી રાજ્ય હોવા છતાં જરા પણ તુષ્ટિકરણ કર્યા વગર પોતાની શાંતિ જાળવવામાં સફળ રહ્યું છે. નાર્કોટિક્સ પકડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ફોરેન્સિક સાયન્સ, સાયબર ફ્રોડ ક્ષેત્રમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. જુદા જુદા અપરાધો વધી રહ્યા છે, પરંતુ જેમ જેમ અપરાધની દિશા બદલતી ગઇ, એમ એમ ગુજરાત પોલીસ એમનાથી બે ડગલાં આગળ રહી છે. આ પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના બેઉ પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહે કશ્મીરમાંથી 370ની કલમ હટાવી આપણા સૌના સપનાં પૂરાં કર્યાં. આતંકવાદ સામે જીરો ટોલરન્સની નીતિ અપનાવી, રામ મંદિરના નિર્માણના આપણા સપનાને પૂરું કર્યું. ગુજરાત રાજ્યને સૌથી સુરક્ષિત બનાવવા જે સંઘર્ષ નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરી તેના માટે આપણે તેમના આભારી છીએ. 2019માં કેન્દ્ર સરકારના દરમિયાનગીરીથી ગુજસીટોક કાયદો પાસ થયો અને આજે આપણે ગુજરાતના તમામ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આ જ કાયદાથી રોકી શકીએ છીએ. નવીન બિન રહેણાંક આવાસો તમામ સુવિધાથી સજ્જ આ સાથે સાથે નવીન બિન રહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરોજ, શારિરીક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ, સી.સી.ટી.વી., બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પડેસ્ક, બાળકોના કલ્યાણ માટે ઓફિસર રૂમ, ગુના સંબંધી તથા બિનગુના સંબંધી કામગીરી માટે અલગ અલગ વ્યવસ્થા, કોન્ફરન્સ મલ્ટી પર્પઝ હોલ, રેકર્ડ રૂમ, પુરૂષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટવાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડીયાઘર વિગેરે સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આણંદના સાંસદ મિતેશ પટેલ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, અમદાવાદ રેન્જ આઇજી, રાજકુમાર, આશીષ ભાટીયા, આણંદ અને ખેડા કલેકટર, ગોરધનભાઈ ઝડફીયા, મનીષાબેન વકીલ, વગેરે લોકો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા પહોંચ્યા જિલ્લાઓ ખાતે જિલ્લાના પ્રભારીમંત્રી અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહી ટુ વે કોમ્યુનિકેશન દ્વારા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય જિલ્લા ખાતેથી પણ મોટી સંખ્યામાં લોકો નડિયાદ આ લોકાર્પણ સમારોહમા અમિત શાહને સાંભળવા આવી પહોંચ્યા હતા.
અમિત શાહે 25 જિલ્લાની 58 બિલ્ડિંગો લોકાર્થે ખુલ્લી મૂકી, કહ્યું, “દેશભરમાં પોલીસ સેટિસ્ફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે”

Recent Comments