દેશ અને રાજ્યમાં ડ્રગની દાણચોરી અને હેરાફેરીના કિસ્સામાં વધારો થયો છે. જ્યારે ડ્રગ્સમાં અમુક માત્રામાં કોઇ પણ પદાર્થ ભેળવી દેવામાં આવે તો ડ્રગ્સ પોતાનું બાયોલોજીકલ સ્વરૂપ બદલી નાખે છે અને તાપસકર્તા અધિકારીને ડ્રગ્સ છે કે નહીં તે બાબતે ખ્યાલ નથી આવતો, ત્યારે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં ખાસ એક લેબોરેટરી બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. આ લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ૧૨ જુલાઈ રથયાત્રાના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરફથી મળતી માહિતી પ્રમાણે ૧૨ જુલાઇ રથયાત્રાના દિવસે ગૃહપ્રધાન અમિત શાહ એક વાગ્યાની આસપાસ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી તમામ લેબોરેટરીનું પણ પરીક્ષણ કરશે, જ્યારે ડિફેન્સ માટે યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ બાબતે પણ અમિત શાહ જાણકારી મેળવશે.
Recent Comments