ભાદરવી પૂનમના મહામેળાનો ત્રીજાે દિવસ છે જેમાં અમીરગઢના પી.એસ.આઇ એમકે ઝાલાની સરાહનીય કામગીરી સામે આવી છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ૫૧ શક્તિપીઠ સર્કલથી એક સિનિયર સિટીઝનને તબિયત ન તંદુરસ્ત થતા અમીરગઢ પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કર્મીઓએ પોલીસની સરકારી વાનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અંબાજીમાં મહા મેળા દરમિયાન લાખો માઇભકતો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા હોય છે જેમાં વહીવટી તંત્ર પગપાળા અંબા ના ધામે પહોંચતા લોકો માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે બનાસકાંઠા પોલીસ પણ ખડે પગે છે જાેકે આ મેળા દરમિયાન બનાસકાંઠા પોલીસ અનેક પ્રકારની સરાહનીય કામગીરી તમે આવતી હોય છે જેમાં અંબાજીમાં ૫૧ શક્તિપીઠ સર્કલ પર એક પગપાળા આવતા સીનીયર સીટીઝનન ભક્તની તબિયત ના તંદુરસ્ત થતા સર્કલ પર હાજર અમીરગઢના પીએસઆઈ સહિત તેમના સાથે પોલીસ કર્મીઓ ભાઈ ભક્ત પાસે દોડી પહોંચ્યા હતા અને પોતાની પોલીસ વાનમાં બેસાડી તાત્કાલિક નજીક હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા અમીરગઢ પી.એસ.આઇ એમ કે ઝાલાની કામગીરીને લઇ બનાસકાંઠા વાસીઓ વખાણી રહ્યા છે.
અમીરગઢના અંબાજી મેળામાં યાત્રીની તબિયત લથડતા પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચાડ્યા

Recent Comments