fbpx
ગુજરાત

અમીરગઢમાં ૨ બાઈક સવાર પ્રાણીને બચાવવા જતા થાંભલા સાથે અથડાયા, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકના ભાયલા સિમ નજીક બાઈક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાતાં ૧નું ઘટનાસ્થળે મોત અને ૧ ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર બે લોકો જઈ રહ્યાં હતા તે સમયે અચાનક રોડ વચ્ચે જાનવર આવી જતા બાઈક ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી થાંભલે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે.

અકસ્માતમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અમીરગઢ તાલુકાના વીરમપુરથી અંબાજી જતા માર્ગ પર ભાયલા સિમ પાસે બે લોકો બાઈક પર જઈ રહ્યાં હતાં, તે દરમિયાન રોડ વચ્ચે અચાનક પ્રાણી આવી જતા બાઈક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં આવેલા થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માત સર્જાતા જ બાઈક પર સવાર બંને ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જાેકે જેમાં બઈક ચલાવનારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા ઈસમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા ૧૦૮ મારફતે પાલનપુર હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts