અમીષા પટેલ પાકિસ્તાની એક્ટર ઇમરાન અબ્બાસને ડેટ કરી રહી છે?રોમેન્ટિક વીડિયો વાયરલ
અમીષા પટેલ એક વાર ફરી સની દેઓલની સાથે ‘ગદ્દર’ના સિક્વલને લઈને ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો ફિલ્મની શૂટિંગ ચાલુ થઈ ગઈ છે, પણ અમીષા પોતાની ફિલ્મ કરતા વધુ લેટેસ્ટ વીડિયોના કારણે સમાચારોમાં આવી ગઈ છે. અમીષાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને એક્ટ્રેસે પોતે શેર કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની એક્ટર ઇમરાન અબ્બાસની સાથે એક્ટ્રેસને ડાન્સ કરતા જોઈ શકો છો.
અમીષા પટેલે બહરીનથી પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં ઇમરાન અબ્બાસની સાથે ‘ક્રાંતિ’ ફિલ્મનું ગીત ‘દિલ મે દર્દ સા’ પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે.અમીષા અને ઇમરાન બંને ખૂબ જ રોમાંટિક અંદાજમાં આ ગીત પર લીપસિંગ કરતા એક-બીજાના ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે.
અમીષાએ બહરીનમાં ઇમરાન સાથે બનાવ્યો રોમાંટિક વીડિયો
અમીષાએ આ રોમાંટિક વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘લાસ્ટ વીક મારા સુપરસ્ટાર ફ્રેન્ડ ઇમરાન અબ્બાસ સાથે બહરિનમાં મસ્તી. ઓરિજનલી મારા અને બોબી દેઓલની ફિલ્મ ‘ક્રાંતિ’નું ગીત ઇમરાનના ફેવરેટ ગીતોમાંથી એક છે.’
ઇમરાને ફરી મળવાની ઈચ્છા વક્ત કરી
આ વીડિયોમાં અમીષા પટેલ અને ઇમરાન અબ્બાસની રોમાન્ટિક જોડીને જોઈ ફેન્સ જ્યાં તેમની પ્રશંસા કરી રહ્યા છે. તેમજ ઇમરાન અબ્બાસે લખ્યું કે, ‘આ વીડિયોની રેકોર્ડીંગમાં ખૂબ જ મજા આવી. નિશ્ચિત રીતે તમારા પર શૂટ કરવામાં આવેલા મારા ફેવરેટ ગીતોમાંથી એક છે. જલદીથી ફરીથી તમને મળવા માટે આતુર છું.’ આ વીડિયો અને કમેન્ટ્સને વાંચતા જ ફેન્સ અમીષા પટેલ અને ઇમરાન અબ્બાસના વચ્ચેની કેમિસ્ટ્રીને લઈને પ્રશ્નો પૂછતાં જોવા મળી રહ્યા છે.
ઇમરાન પહેલા પણ અફેરના કારણે ચર્ચામાં રહ્યો
પાકિસ્તાની એક્ટર ઇમરાન અબ્બાસ પહેલા પણ પોતાના અફેર્સના કારણે ખૂબ જ ચર્ચામાં રહી ચૂક્યો છે. પાકિસ્તાની એક્ટ્રેસની સાથે નામ જોડાતા એક્ટરે પોતે સ્પષ્ટતા કરી હતી. એક વાર ફરી ઇમરાન અને અમીષાને લઈને ચર્ચાઓ થઇ રહી છે.
Recent Comments