રાષ્ટ્રીય

અમૃતપાલ સિંહનું પાકિસ્તાની ડ્રગ્સ અને આર્મ્સ માફિયા સાથે હતું કનેક્શન : ગુપ્તચર એજન્સીઓએ તૈયાર કર્યો રિપોર્ટ

પંજાબ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ને શોધી રહી છે. તેના પર પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અને ગેરકાયદેસર હથિયાર લોબી સાથે સંબંધ હોવાનો આરોપ છે. તેણે પાકિસ્તાનમાંથી શસ્ત્રો મેળવ્યા અને તેને એકઠા કરીને તેના સમર્થકોમાં વહેંચી દીધા. આ સંદર્ભમાં ગુપ્તચર એજન્સીઓએ તમામ સ્ત્રોતો અને પુરાવાઓને એકસાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. નામ ન આપવાની શરતે અધિકારીઓનું કહેવું છે કે અમૃતપાલ સિંહના ખાલિસ્તાની અલગતાવાદી અને જરનૈલ સિંહ ભિંડરાનવાલેના અનુયાયી હોવાના તમામ કારણો સામે આવશે.

ખરેખરમાં તે ડ્રગ્સ અને આર્મ્સ સપ્લાયના ગેરકાયદેસર ધંધામાં વોન્ટેડ ગુનેગાર છે. ગુપ્તચર અધિકારીએ કહ્યું કે અમૃતપાલ પાસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની લાંબી યાદી છે. તેણે પંજાબને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો પ્રયાસ કરવા માટે પાકિસ્તાન પાસેથી શસ્ત્રો મંગાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ પર ઘણા આરોપો છે અને જ્યારે તેના સમર્થકોએ હથિયારો લહેરાવીને કાયદો અને વ્યવસ્થાને પડકારી હતી ત્યારે આ ષડયંત્રનો સંપૂર્ણ પર્દાફાશ થયો હતો. તે ગેરકાયદેસર રીતે વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવતો હતો અને ત્યાં તમામ કાવતરાઓ ઘડવામાં આવતા હતા.

અધિકારીએ એનડીટીવીને જણાવ્યું કે અમૃતપાલ સિંહના અનુયાયીઓ તેને “ભીંડરાવાલે ૨.૦” કહે છે અને અમૃતપાલ પોતે રાષ્ટ્ર વિરોધી નિવેદનો અને ગતિવિધિઓમાં સામેલ છે. આવી સ્થિતિમાં આ મહિને ૧૮ માર્ચે અમૃતપાલ સિંહ વિરુદ્ધ દ્ગજીછ લગાવવામાં આવી છે. આમ છતાં તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાના બદલે ફરાર થઈ ગયો હતો. તેના કેટલાક સાગરિતો હવે પોલીસ પૂછપરછમાં વિવિધ ખુલાસા કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, અમૃતપાલે ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ૈંજીૈં) દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો ખરીદ્યા અને તેને પોતાના લોકોમાં વહેંચ્યા હતા. તેણે અમૃતસર નજીક જલ્લુપુર ખેડામાં પણ શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો. તેના પર ગેરકાયદેસર અને લાઇસન્સ વગરના હથિયાર રાખવાનો અને તેને પોતાની સાથે લઈ જવાનો પણ આરોપ છે. તેના પર ખુલ્લેઆમ શસ્ત્રો, બંદૂકોનું ખુલ્લુ પ્રદર્શન કર્યું અને સરકારી આદેશોનો અનાદર કરવાનો આરોપ છે. અમૃતપાલ સિંહ પર મોંઘા વાહનોનો કાફલો હોવાનો આરોપ છે, જ્યારે તેણે કે તેની સંસ્થા વારિસ પંજાબ દે એ તેમની સંપત્તિનો કોઈ હિસાબ આપ્યો નથી. તે બતાવે છે કે તેણે કાર્યક્રમો દ્વારા પૈસા એકઠા કર્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.

Related Posts