અમૃતસરમાં વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ગોળીબાર કરવાનો મેસેજ વાયરલ કર્યો, પોલીસે અડધી રાતે ત્રણેયને ઝડપ્યાં
પંજાબના અમૃતસરમાં શહેરની પોશ કોલોની લોરેન્સ રોડ સ્થિત ડીએવી પબ્લિક સ્કૂલમાં ૮ સપ્ટેમ્બરે ફાયરિંગ કરવાનો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા જ લોકોમાં ફફળાટ ફેલાઈ ગયો હતો. આ મેસેજ પોલીસ પાસે પહોંચતા જ મોડી રાતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી નીકળતા દરેક વાહનોની સઘન તપાસ કરવામાં આવતી હતી. મળતી માહિતી પ્રમાણે, બુધવારની રાતે ઇન્ટરનેટ મીડિયામાં વાયરલ થયેલા મેસેજે પોલીસની ઊંઘ ઉડાવી દીધી હતી. આ મેસેજ અંગ્રેજી અને એક વિદેશી મુસ્લિમ ભાષામાં લખવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, અમારા કેટલાક લોકો ૮ સપ્ટેમ્બરે ડીએવી પબ્લિક સ્કૂલમાં ગોળીબાર કરશે. આ ફાયરિંગ તેમની દેશના સ્કૂલના નિયમોને તોડવા માટે કરવામાં આવશે. આ મેસેજ વાયરલ થતાં જ કમિશનરેટ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બુધવારે મોડી રાતે જ સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મામલે ડીસીપી મુખવિંદર સિંહ ભુલ્લરે જણાવ્યુ હતુ કે, હાલ આ વાયરલ મેસેજની તપાસ કરવામાં આવી રહી છે કે કોના મોબાઇલથી આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે અને ક્યાંથી જનરેટ થયો છે. પોલીસનો સાયબર સેલ આ મેસેજ કોના-કોના નંબરથી વાયરલ થયો છે તેની પણ તપાસ કરી રહ્યું છે. ત્યાં જ એક વાયરલ મેસેજને કારણે લોકોમાં ફફળાટ ફેલાયો છે. જાે કે, સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોને સુરક્ષાનો ભરોસો આપવામાં આવ્યો છે. પોલીસના સાયબર વિભાગે મેસેજ મળતાંના ત્રણ કલાકમાં જ સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો છે. તેમને જાણવા મળ્યું હતું કે, આ મેસેજ ડીએવી સ્કૂલમાં જ ભણતા ત્રણ વિદ્યાર્થીઓએ ફરતો કર્યો હતો. પોલીસે કહ્યુ હતુ કે, આ મામલે બાળકો સગીર હોવાથી તેમની ધરપકડ થઈ શકશે નહીં, પરંતુ કાયદાકીય પ્રકિયાથી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં બાળકો વિશે જાણકારી આપી નથી.
સ્કૂલ પ્રિન્સિપાલ પલ્લવી સેઠીએ આ મામલે જણાવ્યું હતું કે, જાે વિદ્યાર્થી તેમની શાળાના હશે તો તેઓ પણ કાર્યવાહી કરશે. એડીસીપી પ્રભજાેત સિંહ વિર્કે જણાવ્યુ હતુ કે, રાત્રે ત્રણ વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. ત્રણેય નવમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. મજાક-મસ્તીમાં ત્રણેય જણે પ્લાન બનાવ્યો હતો અને પેનિક ઊભો કરવા માટે મેસેજ વાયરલ કર્યો હતો. ઉર્દુમાં લખવા માટે તેમણે ટ્રાન્સલેટરનો પ્રયોગ કર્યો હતો. જુવેનાઇલ હોવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
પ્રિન્સિપાલ સેઠીએ કહ્યુ હતુ કે, રાતે ૧ વાગ્યે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપ સિંહે રાતે જ આખી સ્કૂલમાં એન્ટિબોમ્બ મશીન અને સ્નિફર ડોગ્સ સાથે ચેકિંગ શરૂ કર્યુ હતું. રાતે ૧ વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે આ અફવા છે. પોલીસે અત્યાર સુધી આ અફવા ફેલાવનારા વ્યક્તિ વિશે જાણકારી આપી નથી. પ્રિન્સિપાલ વધુમાં જણાવે છે કે, જાે આરોપી તેમની શાળાનો જ વિદ્યાર્થી હશે તો પોલીસ પ્રશાસનથી અલગ કાર્યવાહી તેઓ કરશે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યુ છે કે, તેમની શાળાના વિદ્યાર્થીઓ મજાક-મસ્તી કરતા હશે, પરંતુ અપરાધી નથી.
Recent Comments