fbpx
સૌરાષ્ટ - કચ્છ

અમૃત ઘાયલ હોલમાં ત્રણ દિવસમાં ૨૦૦ ઓક્સિજન બેડ શરૂ થશેઃ રાજકોટ મનપા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાય રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. આવા સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગોની મુલાકાતે નીકળ્યા હતા. કમિશનરે લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં શરૂ કરાયેલા કોવિડ સેન્ટરમાં ત્રણ દિવસમાં નવા ૨૦૦ ઓક્સિજન બેડ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

રાજકોટમાં વધી રહેલા કેસ અંગે નિવેદન આપતા કમિશનરે જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં એક દર્દી પોઝિટિવ આવે ત્યારે તેના સંપર્કમાં આવેલા ૭૦ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે. હાલ સ્મશાન માટે પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેથી આ પરિસ્થિતિનું રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ થઈ શકે. ઉલ્લેખનીય છે કે હાલ તંત્રને દંડ વસૂલવામાં રસ નથી. હજી લોકો દંડથી બચવા માટે માસ્ક પહેરે છે.
કોરોનાની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા માટે લોકો મોંઘા ભાવનો વાયુ એટલે કે ઓક્સિજન ખરીદવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એવી વણસી છે કે, ખુદ કોરોનાનો દર્દી ઓક્સિજન સિલિન્ડર ભાડે મેળવવા માટે આવી પહોંચે છે. રોજ ૧ હજારથી વધુ લોકોની ઓક્સિજન સિલિન્ડર ભાડે મેળવવા માટે આવી રહ્યા છે, પરંતુ જરૂરિયાત માત્ર ૫૦૦ લોકોની જ પૂરી થાય છે. લોકો મોંઘા ભાવનો ઓક્સિજન ખરીદવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાતા હોવાનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય જણાવે છે.

Follow Me:

Related Posts