fbpx
રાષ્ટ્રીય

અમેઝોનમાં શરૂ થયો છટણીનો માહોલ ?!.. ૨૩૦૦ કર્મચારીઓને મળી નોટિસ

વર્ષ ૨૦૨૩ની શરૂઆત થતા જ ઈ કોમર્સ કંપની અમેઝોને એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કંપની ૧૮ હજાર કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાની છે અને હવે એવા સમાચાર આવ્યા છે કે અમેઝોન કંપનીના ઉટ્ઠહિ છષ્ઠં હેઠળ લગભગ ૨૩૦૦ કર્મચારીઓને વોર્નિંગ નોટિસ મળી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકા સિવાય કોસ્ટા રિકા અને કેનેડામાં કામ કરનારા કર્મચારીઓ ઉપર પણ ગાજ પડવાની છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ જેમ કે પહેલા જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે ૧૮ હજારથી વધુ કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી રહી છે.

તેની અસર જાન્યુઆરી ૨૦૨૩ના પહેલા અઠવાડિયામાં જાેવા મળી જ્યારે કંપનીએ લગભગ ૮ હજાર કર્મચારીઓની છટણી કરતા કર્મચારીઓની સંખ્યામાં ૨ ટકાનો ઘટાડો કર્યો હતો. કંપનીના સીઈઓ પહેલેથી જ ૧૮ હજાર લોકોની નોકરી જવાનો સંકેત આપી ચૂક્ચા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ૮ હજાર કર્મચારીઓ બાદ હજુ પણ છટણીની લહેર ચાલુ છે. આવામાં બની શકે કે આવનારા સમયમાં કંપનીમાં કામ કરતા વધુ લોકોની નોકરી જઈ શકે છે. દુનિયાભરની મોટી ટેક કંપનીઓ એકએક કરીને છટણી જેવા મોટા ર્નિણય લઈ રહી છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ માઈક્રોસોફ્ટે પણ લગભગ ૧૧ હજાર લોકોને કંપનીમાંથી કાઢવાનો ર્નિણય લીધો. માઈક્રોસોફ્ટમાં થનારી આ છટણીની અસર કંપનીના એન્જિનિયરિંગ વિભાગ પર પડશે.

તેનો અર્થ કંપનીના આ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ છટણીથી પ્રભાવિત થશે. નોંધનીય છે કે માઈક્રોસોફ્ટે કોવિડ દરમિયાન ૩૬ ટકા લોકોને હાયર કર્યા હતા. હવે કંપની ફક્ત ૫ ટકા જ કર્મચારીઓની છટણી કરવાનો મોટો ર્નિણય કર્યો છે. જાે કે કંપનીના સીઈઓ સત્યા નડેલાએ એ વાતને પણ સુનિશ્ચિત કરી હતી કે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ડિવિઝનમાં લોકોને હાયર કરશે. ગત વર્ષે ટિ્‌વટર અને મેટા જેવી મોટી કંપનીઓએ પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો.

Follow Me:

Related Posts