અમેરિકાની અલાસ્કા એરલાઈન્સ પ્લેન વિન્ડો તૂટી જતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું પાયલોટની બુદ્ધિમત્તાને કારણે વિમાનમાં ૬ ક્રૂ મેમ્બર સાથે ૧૭૪ મુસાફરો સવાર તમામ મુસાફરોનો જીવ બચી ગયોઅમેરિકાની અલાસ્કા એરલાઈન્સના વિમાનની બારી હવામાં જ તૂટી પડતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આકાશમાં અચાનક પ્લેનના કાચ તૂટી જવાથી મુસાફરોમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો હતો. એરલાઈન્સે પોતે આ અંગે માહિતી આપી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી.
વિમાનમાં ૬ ક્રૂ મેમ્બર અને ૧૭૪ મુસાફરો સવાર હતા. પાયલોટની બુદ્ધિમત્તાને કારણે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો.. એરલાઈન્સે કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરશે અને કહ્યું કે પ્લેનને પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. પ્લેનમાં સવાર મુસાફરોએ તેને દુઃસ્વપ્ન અને પીડાદાયક અનુભવ ગણાવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સીટની નજીક એક તુટેલો ભાગ દેખાય છે. કંપનીએ કહ્યું છે કે તે તપાસ બાદ વધુ માહિતી શેર કરશે. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ ૧૨૮૨, જે ઓન્ટારિયો, કેલિફોર્નિયા તરફ જતી હતી,
તે ટેકઓફ પછી લગભગ ૨૦ મિનિટ પછી ૧૭૪ મુસાફરો અને છ ક્રૂ સાથે પોર્ટલેન્ડમાં સુરક્ષિત રીતે ઉતરી.. બોઇંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું કે તે અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ છજી૧૨૮૨ સાથે સંકળાયેલી ઘટનાથી વાકેફ છે. અમે વધુ માહિતી એકત્ર કરવા માટે કામ કરી રહ્યા છીએ અને અમારા એરલાઇન ગ્રાહકના સંપર્કમાં છીએ. બોઇંગની એક ટેકનિકલ ટીમ તપાસમાં મદદ કરવા તૈયાર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્લેનની બારી તુટી હતી. આ અકસ્માત ૫ જાન્યુઆરી, શુક્રવારના રોજ થયો હોવાનું કહેવાય છે. આ પ્લેન ઓરેગોનથી કેલિફોર્નિયાના ઓન્ટારિયો માટે ઉડ્યું હતું.
Recent Comments