અમેરિકન પરમાણુ સબમરીન સાથે અજાણ્યો પદાર્થ ટકરાયો
અમેરિકાની યુએસએસ કનેક્ટિકટ પરમાણુ સબમરીન દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત છે અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સતત પહેરો ભરે છે. ગુઆમના સૈન્ય મથકેથી તેનું સંચાલન થાય છે. ટક્કર પછી પરમાણુ સબમરીન ગુઆમ સ્થિત સૈન્ય મથકે પહોંચશે અને ત્યાર બાદ વધારે જાણકારી જાહેર થશે. જાેકે, બધા જ ઉપકરણો સલામત હોવાનું નિવેદનમાં કહેવાયું હતું.દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન પરમાણુ સબમરીન સાથે કંઈક રહસ્યમય પદાર્થ ટકરાયો હતો. એમાં નવ નૌસૈનિકને ઈજા પહોંચી હતી. જાેકે, પરમાણુ સબમરીન સલામત છે અને ઓપરેશન સ્થિતિમાં છે એવું નિવેદન અમેરિકન નૌકાદળે આપ્યું હતું.
આ ટક્કર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકન નૌકાદળના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ ચીની સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકન પરમાણુ સબમરીન સાથે કોઈ રહસ્યમય પદાર્થ ટકરાયો હતો. તેના કારણે નવ નૌસૈનિકોને નાની-મોટી ઈજા થઈ હતી. જાેકે, એકેય સૈનિકને ગંભીર ઈજા પહોંચી ન હોવાની સ્પષ્ટતા પણ અમેરિકન નૌકાદળે કરી હતી. અમેરિકન નૌકાદળના કહેવા પ્રમાણે ટક્કર પછી પણ પરમાણુ સબમરીન ઓપરેશન સ્થિતિમાં છે અને ખાસ કોઈ નુકસાન થયું નથી, પરંતુ સબમરીન સાથે શું ટકરાયું તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્યા પ્રકારનો પદાર્થ ટકરાયો તે બાબતે અમેરિકાએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. કોઈ કુદરતી પદાર્થ સાથે ટક્કર થઈ છે કે પછી કોઈ દેશના સાધનો સાથે ટક્કર થઈ તે અંગે અમેરિકાએ કોઈ નિવેદન આપ્યું ન હતું, તેના કારણે રહસ્ય વધારે ઘેરું બન્યું છે.
Recent Comments