રાષ્ટ્રીય

અમેરિકાના કેલિફોર્નિયામાં જાેરદાર ભૂકંપ, ૫.૦ની તીવ્રતાના આંચકા અનુભવાયા

અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી છે. કેલિફોર્નિયાના ઉત્તરી વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જાે કે, હાલમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભારતીય સમય અનુસાર ભૂકંપ ૧૨ મેના સવારે સાડા ચાર કલાકે આવ્યા હતો. ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવાર બપોરે લગભગ ૪.૧૯ કલાકે ૫.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેના ઝટકા પ્રશાંત તટ અને ખાડી વિસ્તારના અમુક ભાગની સાથે સાથે નેવાદા રાજ્યના અમુક બાગ સહિત રાજ્યના ઉત્તરી અડધા ભાગમાં અનુભવાયા હતા. પ્રાથમિક રીડિંગમાં ભૂકંપની તીવ્રતા ૫.૭ હતી, પણ યૂએસજીએસ વેબસાઈટે બાદમાં તેના રીડિંગને ૫.૫ પર અપડેટ કર્યું. યૂએસજીએસ અનુસાર સૈક્રામેંટોથી લગભગ ૧૨૦ માઈલ સીધા ઉત્તર પૂર્વમાં અલમનોર ઝીલ પાસે પૂર્વી તટના સમુદાયના દક્ષિણ પશ્ચિમમાં લગભગ ૨.૫ માઈલના અંતરે પૃથ્વીની સપાટીથી એક માઈલના અંતરે ભૂકંપ આવ્યો.

તો વળી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, કેલિફોર્નિયા ભૂકંપથી સંબંધિત કોઈ સુનામી ચેતાવણી, સલાહ અથવા ખતરાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, આ અગાઉ ઉત્તરી ફેલિફોર્નિયાના તટ પર ગત વર્ષે ૨૦ ડિસેમ્બરે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૬.૪ હતી. ભૂકંપના આટલા તેજ ઝટકાનો શિકારમાં એક પુલ અને કેટલાય રસ્તા તૂટી ગયા હતા. ભૂકંપમાં ચાલતા શહેમાં ગેસ રિસાવની ઘટના પણ સામે આવી. વીજળીની લાઈન પડવાથી અને ઈમારતમાં આગ લાગી ગઈ હતી.

Related Posts