જાણીતા લેખત સલમાન રશ્દી પર જીવલેણ હુમલો થયો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરવાના હતા. હુમલા બાદ તત્કાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સલમાન રશ્દીને ૩૩ વર્ષ પહેલા તેમના પુસ્તકને લઈને ધમકી આપવામાં આવી હતી. હવે આ મુદ્દો ફરી શરૂ થઈ ગયો છે. ઇસ્લામની આલોચના અને સલમાન રશ્દી, આજે આ બંનેને એકબીજાથી અલગ કરીને જાેવા ખુબ મુશ્કેલ છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જાણીતા લેખત સલમાન રશ્દી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. સલમાન રશ્દીને હેલીકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રોયટર્સના હવાલાથી સમાચાર છે કે તેમની સર્જરી થઈ ચુકી છે અને તે વેન્ટિલેટર પર છે. હુમલો કરનારના મનમાં સલમાન રશ્દી માટે એટલી નફરત હતી કે તેમણે ૭૫ વર્ષીય રશ્દી પર એક બાદ એક છરીથી વાર કર્યા હતા. હુમલો કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. નોંધનીય છે કે સલમાન રશ્દીનું ઈન્ટરવ્યૂ કરનારને સામાન્ય ઈજા થઈ છે. ન્યૂયોર્કના ગવર્નરે સલમાન રશ્દીને લઈને જાણકારી આપી છે. ન્યૂયોર્ક પોલીસે કહ્યું કે હુમલો કરનારનું નામ હાર્ડી છે અને તેની ઉંમર ૨૪ વર્ષ છે. તપાસમાં એફબીઆઈની મદદ લેવામાં આવી રહી છે.
અમારૂ કામ હાલ સલમાન રશ્દીના પરિવારની મદદ કરવાનું છે. આ સમયે હુમલાનો ઉદ્દેશ્ય સમજવા માટે એફબીઆઈ સાથે કામ કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે સલમાન રશ્દી પ્રત્યે નફરતનો આ સિલસિલો ૧૯૮૮થી શરૂ થાય છે. સલમાન રશ્દીના પુસ્તક ધ સૈટેનિક વર્સેઝને ઈરાનમાં ૧૯૮૮મા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું કારણ કે ઘણા મુસલમાન તેને ઈશનિંદા માને છે. આ સિલસિલો આગળ વધ્યો અને ૧૯૮૯મા ઈરાનના દિવંગત નેતા અયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીએ એક ફતવો જાહેર કર્યો, જેમાં સલમાન રશ્દીના મોતનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
સલમાન રશ્દી પર હુમલાની નિંદા થઈ રહી છે. લેખકો અને વિચારકોનો એક મોટો વર્ગ રશ્દી પર હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી રહ્યો છે. નોંધનીય છે કે સલમાન રશ્દીના ચાર વખત લગ્ન થઈ ચુક્યા છે. સલમાન રશ્દીએ પદ્મા લક્ષ્મી, મરીના બિગિન્સ, એલિઝાબેથ વેસ્ટ અને ક્લારિસા લુડાઈ સાથે લગ્ન કર્યા હતા. ચાર લગ્ન બાદ પણ આજે તે એકલા રહે છે. કારણ કે આ ચારેય મહિલાઓ સાથે તેમને છુટાછેડા થઈ ચુક્યા છે.
Recent Comments