fbpx
રાષ્ટ્રીય

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાં ફસાયેલી છે. નાસા દ્વારા તેને અને તેના સાથી બુચ વિલ્મોરને પરત લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષમાં ગઈ છે. આ પહેલા તે ૨૦૦૬ અને ૨૦૧૨માં ૨ મિશનમાં કુલ ૩૨૨ દિવસ સુધી અંતરિક્ષમાં રહી હતી.કલ્પના ચાવલા બાદ તે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે.

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, ગત ૫ જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ઉડાન ભરી હતી તો આજે આપણે સુનીતા વિલિયમ્સના પરિવાર વિશે વાત કરીએ સુનીતા વિલિયમ્સનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ યુક્લિડ, ઓહિયોમાં ડૉ. દીપક અને બોની પંડ્યાને ત્યાં થયો હતો, દીપક પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસાણમાં થયો હતો. પરંતુ ૧૯૫૮ના રોજ સુનીતા વિલિયમ્સના પિતા અમેરિકાના બોસ્ટન ચાલ્યા ગયા હતા. ત્યાં તેની મુલાકાત બોની ઝાલોકર સાથે થઈ હતી. સુનીતાને એક મોટો ભાઈ જય થોમસ પંડ્યા અને એક મોટી બહેન ડાયના એન પંડ્યા છે.

આપણે સુનીતા વિલિયમસના પતિની વાત કરીએ તો તેનું નામ માઈકલ વિલિયમસ છે. જે એક પાયલટ છે અને હાલમાં તે ટેક્સાસમાં એક પોલિસ અધિકારી છે. સુનીતા વિલિયમ્સના અભ્યાસની આપણે વાત કરીએ તો તેમણે ૧૯૮૭માં ફિઝિકલ સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ કર્યું છે. ૧૯૯૫માં એન્જિન્યરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે. સુનિતા વિલિયમ્સ યુનાઇટેડ સ્ટેટ્‌સના નૌકાદળના અધિકારી અને નાસા (દ્ગછજીછ)ની અવકાશયાત્રી છે. મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે.

Follow Me:

Related Posts