અમેરિકાની ચૂંટણીમાં રેપનું યુદ્ધ છેડાયુંપ્રખ્યાત રેપરે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ભારતીય ઉમેદવારને ચેતવણી આપીરેપ કિંગ એમિનેમે તેમને તેમના ગીતનો ઉપયોગ કરવા બદલ નોટિસ આપી
અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો દબદબો છે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ વિવેક રામાસ્વામીને પ્રખ્યાત રેપર એમિનેમે ચેતવણી આપી છે. વિવેક રામાસ્વામી યુવાનોને આકર્ષવા માટે તેમની રેલીઓમાં રેપ ગાતા જાેવા મળે છે, તેમણે તાજેતરમાં એમિનેમનું રેપ ગાયું હતું.
જે બાદ હવે તેમની ટીમે ઉમેદવારને આમ ન કરવા કહ્યું છે. એક ખાનગી ચેનલના રિપોર્ટ અનુસાર, અમેરિકાના પરફોર્મિંગ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન મ્સ્ૈંએ વિવેક રામાસ્વામીનો સંપર્ક કર્યો છે. વિવેક રામાસ્વામી તાજેતરમાં આયોવાના પ્રવાસ પર હતા, અહીં તેમણે લોકોને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન તેમણે એમિનેમનું લોઝ યોરસેલ્ફ રેપ પણ ગાયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો, ત્યારબાદ એમિનેમે આ નોટિસ મોકલી હતી. એમિનેમ વતી અપીલ કરવામાં આવી છે કે તેમના રાજકીય કાર્યક્રમોમાં તેમના ગીતોનો આ રીતે ઉપયોગ ન કરવો જાેઈએ. વિવેક રામાસ્વામીની ટીમે એમિનેમની આ વિનંતી સ્વીકારી લીધી છે અને હવે પ્રચારમાં તેમના રેપનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
ટીમે કહ્યું કે વિવેક રામાસ્વામી સ્ટેજ પર ગયા પછી લોકો સાથે વાતચીત કરે છે અને યુવાનો સાથે જાેડાવાની તેમની આ શૈલી છે, પરંતુ કોપીરાઈટને ધ્યાનમાં રાખીને તેઓ આ બાબતો પર વધુ ધ્યાન આપશે. તમને જણાવી દઈએ કે ૩૮ વર્ષીય વિવેક રામાસ્વામી હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સૌથી યુવા ઉમેદવાર છે. રિપબ્લિકન પાર્ટીની પ્રથમ ટીવી ડિબેટ બાદ તેમના રેટિંગમાં ઘણો વધારો થયો છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્પર્ધામાં સૌથી આગળ છે. જાેકે રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ રેસમાં સૌથી આગળ છે અને જંગી લીડ જાળવી રાખી છે. જાે કે વિવેક રામાસ્વામી સતત હેડલાઇન્સમાં રહે છે, ટીવી ડિબેટમાં તેમની દલીલો હોય કે સોશિયલ મીડિયા પર તેમની હાજરી, દરેક જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે. રિપબ્લિકન પાર્ટી સપ્ટેમ્બર મહિનામાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે, તમને જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટીના માત્ર ૩ ભારતીય મૂળના ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છે.
Recent Comments