બોલિવૂડ

અમેરિકાની મોડેલે ૪૦ સર્જરી કરાવી આખરે હવે તે પહેલા જેવો ચહેરો મેળવા માંગે છે

અમેરિકન મોડેલે ૧૨ વર્ષના ગાળામાં લગભગ ૪૦ કોસ્મેટિક ઓપરેશન્સ કર્યા હતા. જાે કે, આખરે બ્રાઝિલિયન મોડેલને સમજાયું કે તેનો આનંદ ફક્ત થોડા સમય માટે જ છે. કેટર્સે જેનિફરને ટાંકીને જણાવ્યું હતું કે, “લોકો મને કર્દાશિયન કહેતા હતા અને તેનાથી હું હેરાન થવા લાગી હતી. મેં કામ કર્યું હતું અને અભ્યાસ કર્યો હતો અને એક બિઝનેસ વુમન હતી. મેં આ બધું કર્યું હતું અને મારા અંગત જીવનમાં મેં બધી સિદ્ધિઓ મેળવી હતી. પરંતુ મારી ઓળખ માત્ર એટલા માટે થઈ રહી હતી, કારણ કે હું કાર્દાશિયન જેવી દેખાતી હતી. જેનિફર જ્યારે ૧૭ વર્ષની હતી, ત્યારે તેણે પહેલી વખત સર્જરી કરાવી હતી.

આ એ જ સમય હતો જ્યારે કર્દાશિયન ઘરે ઘરે જાણીતી હતી. થોડા જ સમયમાં જેનિફરને આ પ્રક્રિયાની લત લાગવા માંડી હતી. આ ૪૦ સર્જરીમાં કિમના શરીરની નકલ કરવા માટે ત્રણ રાઇનોપ્લાસ્ટી અને આઠ ઓપરેશનનો સમાવેશ થાય છે. જેમાં બટ ઇમ્પ્લાન્ટ અને ચરબીના ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. તેના ટ્રાન્સફોર્મેશનને કારણે જેનિફરે હેડલાઇન્સ બની ગઇ અને એક મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પણ થઇ જતા તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું. સખત સત્ય સ્વીકારતી વખતે જેનિફરે આગળ કહ્યું કે, “મને જાણવા મળ્યું કે મને સર્જરીની લત લાગી ગઈ હતી અને હું ખુશ પણ નહોતી.” ૨૯ વર્ષીય મોડેલે ઉમેર્યું કે, “તે એક વ્યસન જેવું હતું અને હું સર્જરીઓના ચક્રમાં ફસાઈ ગઈ હતી. મેં દરેક વસ્તુ પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો.

તે સમયે હું ઘણી કપરી સ્થિતિનો સામનો કરી રહી હતી.” વધુમાં જેનિફરે દાવો કર્યો હતો કે તે શરીરના ડિસમોર્ફિયાથી પીડિત છે અને તેના મૂળ દેખાવમાં જવા ઇચ્છે છે. આ સમજતા પહેલા તે ઘણા વર્ષોથી અસ્વસ્થ હતી. તેણે ખુલાસો કર્યો કે, તેણે ઇસ્તંબુલમાં એક ફિઝિશિયન સાથે સંપર્ક કર્યો છે, જેણે દાવો કર્યો હતો કે તે તેના પહેલા જેવો દેખાવ પરત લાવવામાં તેણીને મદદ કરશે. જાે કે, જેનિફરે ખુલાસો કર્યો હતો કે “ડિટ્રાન્સિશન” પ્રક્રિયામાંથી પસાર થયા પછી એક બીમારીને કારણે તેણીને ત્રણ દિવસ સુધી તેના ગાલમાંથી લોહી નીકળ્યું હતું. તેણે કહ્યું કે, “ત્યારે મને લાગ્યું કે હું મરી રહી છું. હું વિચારી રહી હતી કે આ મેં મારી સાથે શું કર્યુ?” જાેકે, હાલ ૨૯ વર્ષીય મોડેલ સ્વસ્થ થઇ રહી છે. જાેકે, તે માને છે કે આ પીડાદાયક પ્રક્રિયા તેના માટે યોગ્ય હતી.

તેણીને રાહત છે કે તેણી હવે પોતાની જાત સાથે સંઘર્ષમાં નથી અને ખુશ છે કે હવે તેણી “જીવનનો અર્થ સમજી ગઈ છે.” તેણે અંતમાં જણાવ્યું હતું કે, ઓપરેશનના જાેખમો અંગે જાગૃતિ ફેલાવવા માટે તે એડિક્શન નામની ડોક્યુમેન્ટરી પર કામ કરી રહી છે. તદુપરાંત, આ મોડેલે બ્રાઝિલમાં એક ફાઉન્ડેશન સ્થાપિત કરવા માટે એક ફિઝિશિયન સાથે મળીને કામ કર્યું છે, જેથી શરીરના ડિસ્મોર્ફિયાથી પીડાતા લોકોની મદદ કરી શકાય.આપણે સૌ સેલિબ્રિટી જેવા ચહેરા અને ફિગરની ઝંખના કરતા હોઇએ છીએ એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ કેટલાક ડાઇહાર્ડ ચાહકો ફિલર્સ અને પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેને પૂર્ણ કરવાની હદ સુધી જાય છે. જે માત્ર ખર્ચાળ જ નહીં પરંતુ કેટલાક માટે પીડાદાયક સાબિત થાય છે.

આવું જ કંઈક વર્સેસ મોડેલ જેનિફર પેમ્પ્લોના સાથે પણ બન્યું હતું. જેણે કિમ કાર્દશિયન જેવી દેખાવા માટે બાર વર્ષ અને ૬૦૦દ્ભ ડોલર (આશરે ૪ કરોડ રૂપિયાથી વધુ) ખર્ચ્યા હતા. જાે કે, જેનિફરે બાદમાં પોતાનો વિચાર બદલ્યો અને પોતાનો ઓરીજનલ દેખાવ પાછો મેળવવા માટે ૧૨૦દ્ભ ડોલર (આશરે ૯૫ લાખ રૂપિયા) ખર્ચ કર્યા હતા. ન્યૂઝ એજન્સી કેટર્સ સાથેની વાતચીતમાં જેનિફરે પોતાના આ અનુભવ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

Related Posts