અમેરિકાની ૯ વર્ષની ડિઝાઈનર મોટી બ્રાન્ડને આપે છે ટક્કર
અમેરિકાના કોલોરાડોમાં રહેતી કૈયા એરાગોન માત્ર ૯ વર્ષની ઉંમરે જાતે જ એવા સુંદર કપડાં બનાવે છે કે જાેનારા સૌ કોઈ દંગ રહી જાય.ત્રીજા ધોરણમાં ભણતી કૈયાના લાખો ચાહકો છે અને તેના બનાવેલા કપડા મોટી બ્રાન્ડને પણ ટક્કર આપે છે. કૈયા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે ૪ વર્ષની હતી ત્યારથી જ તેને કપડાં ડિઝાઇન કરવાનો અને સીવવાનો શોખ હતો.અહેવાલ મુજબ, તેની માતાએ તેને એક વર્ષ પહેલા સિલાઈ મશીન અપાવ્યું હતું, ત્યારથી તે પોતાના માટે ડિઝાઈનર ડ્રેસ બનાવી રહી છે. કૈયાને મોટી થઈને ફેશન ડિઝાઈનર બનવું છે અને તે પોતાની ફેશન કંપની પણ બનાવવા માંગે છે.
હાલમાં તે પોતાના માટે કપડાં બનાવે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે,લોકો તેની ડિઝાઇનને ખૂબ પસંદ કરે છે. કૈયાની માતા ટોન્યા કહે છે કે તેની પુત્રીને નાનપણથી જ સ્ટાઇલિશ બનવું પસંદ હતું. નાનપણમાં કૈયા તેના રમકડાં માટે કપડાં બનાવતી હતી. તેનો શોખ જાેઈને જ્યારે તેની માતાએ તેને સિલાઈ મશીન અપાવ્યું ત્યારે કૈયા તેના ડિઝાઈનર ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ. સોશિયલ મીડિયા પર તેના ૫ લાખ ૮૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેને આઇકોનિક ડિઝાઇનર વેરા વાંગે પણ પસંદ કરી છે અને તેણે તેના માટે ખાસ ગિફ્ટ હેમ્પર પણ મોકલ્યું હતું.
Recent Comments