અમેરિકામાં અપહરણ થયેલા ભારતીય પરિવારની હત્યા, ચારેયની મળી આવી લાશ

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ચાર લોકોના અપહરણના સમાચાર આવ્યા બાદ પોલીસે તમામીની લાશ એક ગ્રામિણ વિસ્તારમાંથી જપ્ત કર્યા છે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ આ મામલે આપેલા અપડેટમાં કહ્યુ કે, કેલિફોર્નિયામાં ૮ મહિનાની બાળકી સહિત પરિવારના ચાર સભ્યો સોમવારે મેરેડ શહેરમાં અપહરણ બાદ એક ગ્રામિણ વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મર્સિડ કાઉંટી શેરિફ વર્ન વાર્નકે બુધવારે મોડી રાતે એક વીડિયો નિવેદનમાં કહ્યું હતું કે, આજે રાતે અમારા સૌથી મોટા ડરની પુષ્ટિ થઈ છે. અમે અપહ્યત ચાર લોકોને શોધી કા્ઢ્યા છે. અને તેઓ વાસ્તવમાં મરી ચુક્યા છે.
મૃતકોમાં ૮ મહિનાની બાળકી આરોહી, માતા ૨૭ વર્ષિય જસલીન કૌર, પિતા ૩૬ વર્ષિય જસદીપ સિંહ અને બાળકના કાકા ૩૯ વર્ષિય અમનદીપ સિંહ સામેલ છે, જેમનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડા પાસેના એક ગામનો રહેવાસી હતો. આ લોકોને અમેરિકામાં પોતાનો ટ્રાંસપોર્ટ બિઝનેસ હતો. જે લોકોને અપહરણ કરીને મારી નાખ્યા તેમાંથી જસદીપ સિંહ ૩૬ વર્ષ, જસદીપ સિંહની પત્ની જસલીન કૌર ૨૭ વર્ષ, તેમની દિકરી આરોહી ધેરી ૮ વર્ષ અને અમનદીપ સિંહ ઉંમર ૩૯ વર્ષ સામેલ છે.
Recent Comments