fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં અલાબામાના નાઈટલાઈફ વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર, ૪ના મોત, અનેક ઘાયલ

અમેરિકાના અન્ય એક રાજ્યમાંથી સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે. જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે, પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક સશસ્ત્ર લોકોએ બર્મિંગહામ, અલાબામાના નાઇટલાઇફ વિસ્તારમાં એક જૂથ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી બે પુરૂષો અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા અને આ ફાયરિંગમાં એક ડઝન લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જાેકે પોલીસે હજુ સુધી કોઈ શંકાસ્પદની ધરપકડ કરી નથી. ફાઈવ પોઈન્ટ્‌સ દક્ષિણ જિલ્લો તેની નાઈટલાઈફ માટે જાણીતો છે. જે સમયે આ ઘટના બની તે સમયે અહીં ભારે ચહલપહલ જાેવા મળી હતી. મીડિયા સાથે વાત કરતા, હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું, “અમને આ વિસ્તારમાંથી ડઝનેક ગોળીબાર પીડિતો મળ્યા છે”.

Follow Me:

Related Posts