ગુજરાત

અમેરિકામાં આણંદના યુવકની લૂંટના ઇરાદેથી હત્યાઃ ચકચાર મચી

અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે. આણંદના વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. મૃતક આણંદના ભાદરણના રહીશ છે. અમેરિકાના ન્યુયોર્કમાં આ ઘટના બની હતી. આણંદના ભાદરણના કિંશુક પટેલની ન્યૂયોર્કમાં લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. અશ્વેત શખ્સો દ્વારા હત્યા કરી સ્ટોરમાં લૂંટ કરાઈ હતી. પરંતુ અશ્વેત શખ્સો અને ગુજરાતી કિંશુક પટેલ વચ્ચે ઝપાઝપી દરમિયાન માથામાં બોથડ પદાર્થ વાગતા તેમનું મોત નિપજ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે મૂળ આણંદના વતની અને વર્ષોથી અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આણંદ ભાદરણના યુવાનની અમેરિકાના ન્યુયોર્કમાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ છે. સ્ટોરમાં લૂંટના ઇરાદે આવેલ અશ્વેત યુવાનોએ ગુજરાતી કિંશુક પટેલની હત્યા કરી સ્ટોરમાં લૂંટ ચલાવી હતી.
તમને જણાવી દઈએ કે ભાદરણના કિંશુક પટેલ નામનો યુવાન અમેરિકાના ન્યુયોર્કમાં પરિવાર સાથે સ્થાયી હતો. ત્યારે સ્ટોર બંધ કરવાના સમયે અશ્વેત લૂંટારુંઓ સ્ટોરમાં ઘૂસ્યા હતા. ત્યારે ગુજરાતી યુવાને તેમના સાથે બાથ ભીડતા ઝંપાઝપી દરમિયાન અશ્વેત લૂંટારુંઓએ તેના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી.

Related Posts