અમેરિકામાં ઇડા તોફાન ત્રાટક્યું એ જ સમયે કોરોના મહામારીએ પણ મોટો ઉથલો મારતાં એક જ દિવસમાં નવા ૧,૭૭,૫૬૮ કેસો નોંધાયા
દુનિયાના ઘણાં હિસ્સાઓમાં અમુક પ્રકારના પ્રદૂષકોની સંખ્યામાં તો વધારો નોંધાયો છે. ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પેટેરી તાલાસે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે બિનઆયોજિત હવાની ગુણવત્તા સુધારવાનો પ્રયોગ થયો જેને કારણે સ્થાનિક સ્તરે વાતાવરણમાં સુધારો જાેવા મળ્યો પણ વસ્તી વધારા અને પર્યાવરણ પરિવર્તનને નાથવાની સુઆયોજિત યોજનાનું સ્થાન આ પ્રકારનો પ્રયોગ ન લઇ શકે. જિનિવા સ્થિત આ એજન્સીએ તેના બુલેટિનમાં નોંધ્યું હતું કે ઘણી સરકારોએ લોકોના ભેગાં થવા પર પ્રતિબંધ મુકતા, શાળાઓ બંધ રાખતાં અને લોકડાઉન લાદતાં પ્રદૂષકોની સંખ્યામાં અભૂતપૂર્વ ઘટાડો થયો હતો.
સંશોધક ઓકસાના તારાસોવાએ જણાવ્યું હતું કે આવી અસર ટૂંકજીવી નીવડે છે. હાલ કારો દોડતી નથી એટલે હવાની ગુણવત્તામાં સુધારો દેખાય છે પણ જ્યારે કારો ફરી દોડવા માંડશે એટલે ફરી હવાની ગુણવત્તા વણસવા માંડશે.યુએસએમાં એક તરફ આઇડા તોફાન ત્રાટક્યું એ જ સમયે કોરોના મહામારીએ પણ મોટો ઉથલો મારતાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧,૭૭,૫૬૮ કેસો નોંધાયા હતા અને ૧૫૬૫ના મોત થયા હતા. સૌથી વધારે કેસો અનુક્રમે ટેક્સાસ ૨૬,૬૭૭ અને ફલોરિડામાં ૨૧,૩૯૨ નોંધાયા હતા. ટેક્સાસમાં કોરોનાથી મરનારાની સંખ્યા ૩૧૪ નોંધાઇ હતી. અમેરિકામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૦,૫૨૦.૭૮૪ થઇ છે અને કોરોનાનો કુલ મરણાંક ૬,૬૨,૯૪૫ થયો છે. ગયા સપ્તાહે નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાં ૨૨.૪ ટકા કેસો બાળદરદીઓના હતા.
સમગ્ર મહામારી દરમ્યાન આ સરેરાશ ટકાવારી ૧૪.૮ ટકા રહી હતી જે હવે વધી રહી છે. બાર ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન બાળકોના કોરોના કેસોમાં નવ ટકાનો વધારો નોંધાયો હતો. આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર આયોવામાં ૮,૩૦૮ કોરોના કેસો નોંધાયા હતા તેમાં ૨૨ ટકા કેસો બાળકોના હતા. રાજ્યમાં બાળકોના હોસ્પિટલાઇઝેશનમાં પણ ચાર ગણો વધારો નોંધાયો છે. કોરોના મહામારીએ ઉથલો મારતાં ઓગસ્ટ મહિનામાં નવી નોકરીઓની સંખ્યામાં મામૂલી વધારો નોંધાયો હતો જેને કારણે આગામી મહિનાઓમાં નાણાંકીય સહાય ઘટાડવાના ફેડરલ રિઝર્વના સંભવિત ર્નિણય મામલે પણ અસંમજસતા સર્જાઇ છે. જુલાઇમાં દસ લાખ કરતાં વધારે નવી નોકરીઓ સર્જાય હતી તેની સામે ઓગસ્ટ મહિનામાં ૨,૩૫,૦૦૦ નવી નોકરીઓ સર્જાઇ હતી. બેકારીના દર ઘટીન ૫.૨ ટકા થયો છે. નોકરીઓની સંખ્યા ઘટી છે તે દર્શાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ભય વધી રહ્યો છે અને ખાલી જગ્યાઓ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. જુલાઇ મહિનામાં ૫૨ લાખ લોકોએ મહામારીને કારણે નોકરી કરી શકે તેમ નથી જણાવ્યું હતું તો ઓગસ્ટ મહિનામાં આમ જણાવનારાઓની સંખ્યા વધીને ૫૬ લાખ થઇ હતી. ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસોમાં વધારો થવાને પગલે ઘરાકી ઘટી ગઇ છે અને લોકોના ઓફિસે જવાના અને બાળકોને સ્કૂલે મોકલવાના પ્લાન ખોરવાઇ ગયા છે.
લેબર વિભાગે તેનો નિરાશાજનક અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં આનંદપ્રમોદ અને હોટેલ બિઝનેસમાં રોજગાર યથાવત રહ્યો હતો. રેસ્ટોરાં અને બાર્સમાં પેરોલ કર્મચારીઓની સંખ્યામાં ૪૨,૦૦૦નો ઘટાડો થયો હતો. રિટેઇલ ટ્રેડ, બાંધકામ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ગયા મહિને રોજગાર ઘટયો હતો. કોરોના મહામારી પૂર્વે પેરોલ પર જેટલા લોકો કામ કરતાં હતા તેના કરતાં આજે ૫૩ લાખ લોકો ઓછાં કામ કરે છે. દરમ્યાન પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૭૮૭ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૧૧,૭૧,૫૭૮ થઇ હતી જ્યારે કોરોનાનો કુલ મરણાંક ૨૬,૦૩૫ થયો હતો.
નેશનલ હેલ્થ સર્વિસે જારી કરેલા ડેટા અનુસાર પાકિસ્તાનમા ંમહામારીને કારણે મૃત્યુદર ૨.૨ ટકા રહ્યો છે અને ૯૦ ટકા લોકો ચેપમાંથી સાજા થઇ ગયા છે.દેશમાં હાલ કોરોનાના ૮૮,૦૭૬ એટલે કે ૭.૫ ટકા દર્દીઓ છે. દરમ્યાન યુએન વેધર એજન્સી વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યુએમઓ- દ્વારા રજૂ કરવામાં આવેલા સૌ પ્રથમ એર ક્વોલિટી એન્ડ કલાઇમેટ બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી હતી કે કોરોના મહામારીને કારણે મુકવામાં આવેલાં નિયંત્રણોને કારણે શહેરી વિસ્તારોમાં થોડા સમય માટે વાતાવરણ સુધર્યું તેના કારણે ભ્રમમાં રહેવા જેવું નથી.
Recent Comments