ગુજરાત

અમેરિકામાં કે કેનેડામાં વસતા પરિવારો ના કુળદેવી મનીપુર ગામમાં માત્રી માતાના મંદિરે ચૈત્ર માસ ની હવન ઉજવણી

અમદાવાદ ના સાંણદ ના મનીપુર ગામે દર વર્ષની માફ્ક  માત્રી માતાજીના ચૈત્ર માસ દરમ્યાન હોમ હવન રાખેલ અમદાવાદમાં રહેતા હજારો ભક્તો હાજર રહી પ્રસાદીનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગને એક પરિવાર બની યુવાનોએ અથાગ મહેનત અને પરિશ્રમ કરીને સફળ બનાવ્યો હતો. અમદાવાદમાં તથા અમેરિકામાં કે કેનેડામાં વસતા ભક્તો વર્ષોથી ગામની કડવા પાટીદારો તેમજ દરબારો, પંચાલો, ઠાકોરો અને ભૂદેવોની કુળદેવી છે.ઘણાં લોકો ખુલા પગે ચાલીને માતાજીના દર્શન કરવાની બાધા રાખે છે અને દર રવિવારે પણ ભક્તો આવે છે. વર્ષોથી ગામની બહાર રહેતા હોય તેવા ભક્તો પણ લગ્ન પ્રસંગે છેડાછોડી તેમજ બાબરી પ્રસંગે માતાજીની હાજરીમાં વિધિ પૂર્ણ કરવામાં આવે છે. માતાજીના અનેક પરચાઓ છે, જેમને ઘરે પારણું ન બંધાતું હોય તો માન્તા માનવામાં આવે તો અનેકના ઘરે પારણાં બંધાવેલ છે.

Follow Me:

Related Posts