અમેરિકામાં ગયા વર્ષની તુલનામાં કોરોનાના કેસમાં ૪ ગણો વધારો જાેવા મળ્યો
એક વર્ષ અગાઉ કોરોનાનાં જેટલા કેસ હતા તેની સરખામણીમાં આ વખતે કેસમાં ૪ ગણો વધારો થયો છે. રોજિંદા નવા કેસની સરેરાશ ૩૦૦ ટકાથી વધુ છે. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા ગયા વર્ષ કરતા બમણી થઈ છે. ૬૨ ટકા વસ્તીને સીંગલ અને ૫૩ ટકા વસ્તીને બંને ડોઝ આપ્યા છતાં મૃત્યુનું પ્રમાણ ૮૦ ટકા વધ્યું છે. લોસ એન્જલસ અને સાઉથ ફ્લોરિડામાં મ્યુ વેરિઅન્ટે દેખા દીધી છે. આ વેરિઅન્ટ અગાઉ કોલંબિયામાં મળી આવ્યો હતો. નવો મ્યુ વેરિઅન્ટ લોકોની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિનની અસરકારકતા ઘટાડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. યુએસમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૮,૬૮૨ કેસ નોંધાયા હતા અને ૫૭૬નાં મોત થયા હતા. કુલ સંક્રમિતોનો આંકડો ૪.૦૭ કરોડને પાર કરી ગયો છે. ૬.૬૫ લાખથી વધુનાં મોત થયા છે.અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોનાનાં કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લેબર ડેનાં વીકએન્ડની શરૃઆત ડેલ્ટા વેરિઅન્ટનાં કહેર સાથે થઈ છે.
Recent Comments