fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં મૈસાચુસેટ્‌સના ગવર્નર તરીકે મૌરા હીલીને ચૂંટવામાં આવ્યા

અમેરિકામાં મંગળવારે ખતમ થયેલી મધ્યસ્થ ચૂંટણીમાં દેશની પ્રથમ સ્વઘોષિત લેસ્બિયન ગવર્નરની જીત થઈ છે. છહ્લઁના જણાવ્યા અનુસાર, ડેમોક્રેટ મૌરા હીલીએ રિપબ્લિકન જ્યોફ ડાઈહલને હરાવ્યા છે. જેમને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળ્યું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, ડેમોક્રેટિક અટોર્ની જનરલ મૌરા હીલીને મૈસાચુસેટ્‌સના ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યા છે. જે પહેલી વાર જાહેરમાં સમલૈંગિક ઉમેદવાર તરીકે પ્રચારમાં ઉતર્યા હતા. ચૂંટણી અભિયાન દરમિયાન હીલીએ નોકરી પ્રશિક્ષણ કાર્યક્રમોમાં વિસ્તાર કરવા, બાળકોની દેખરેખ અને વધારે વાજબી બનાવવા અને સ્કૂલોને આધુનિકીકરણ કરવાનો સંકલ્પ લીધો હતો. હીલીએ એવું પણ કહ્યું કે, ગર્ભપાતને ફેરવવાના સુપ્રીમ કોર્ટના ર્નિણયને ધ્યાને રાખતા તેઓ મેસાચુસેટ્‌સમાં સુરક્ષિત અને કાનૂની ગર્ભપાત પર કામ કરશે. પોતાના ચૂંટણીના દિવસોમાં ડેમોક્રેટ્‌સે લોકોને ચેતવણી આપી હતી કે, જ્યોફ ડાઈહલ મૈસાચુસેટ્‌સમાં ટ્રમ્પવાદ લઈને આવશે.

આપને જણાવી દઈએ કે, ડાઈહલે મેસાચુસેટ્‌સમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલા રાષ્ટ્રપતિ અભિયાનના સહ અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે. ટ્રમ્પના અત્યંત નજીકના હોવાના કારણે ડાઈહલ દ્વારા રાજ્યમાં ટ્રમ્પવાદ ફેલાવાની આશંકા ડેમોક્રેટ્‌સ સતત લોકોની સામે જતાવતા રહ્યા હતા. મેસાચુસેટ્‌સમાં આઠ વર્ષની રાહ જાેવડાવ્યા બાદ રાજ્યમાં ડેમોક્રેટ ગવર્નર ચૂંટવામાં આવ્યા છે. રિપબ્લિકન પાર્ટીના લોકપ્રિય ગવર્નર ચાર્લી બેકરે ફરી વાર ચૂંટણી નહીં લડવાના ર્નિણય બાદ લોકોએ હીલીને ચૂંટીને રાજ્યમાં રિપબ્લિકન પાર્ટીનો સફાયો કરી દીધો છે. હીલીએ નોકરીની સાથે સાથે ક્લાઈમેટ ચેન્જના મુદ્દા પર પણ ભાર આપ્યો હતો. જેનાથી યુવા મતદારો તેમના તરફ આકર્ષાયા હતા.

Follow Me:

Related Posts