fbpx
બોલિવૂડ

અમેરિકામાં ‘સાલાર’નું એડવાન્સ બુકિંગ શરૂ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝના મહિના પહેલા ઓવરસીઝ માર્કેટમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકા, મિડલ ઈસ્ટ સહિત વિવિધ દેશોમાં એડવાન્સ બુકિંગને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. જવાનની આ સ્ટ્રેટેજીને સાઉથની ઈન્ડસ્ટ્રીએ પણ અજમાવી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાલારનું એડવાન્સ બુકિંગ યુએસએમાં શરૂ થઈ ગયું છે. પ્રભાસની અગાઉની ફિલ્મ આદિપુરુષને વર્લ્ડવાઈડ રૂ.૩૯૦ કરોડ મળ્યા હતા, પરંતુ ડાયલોગ્સ્‌, વીએફએક્સ વગેરેના કારણે તેના કલેક્શનની વાત સાઈડ પર રહી ગઈ હતી. પ્રભાસની આગામી ફિલ્મ સાલાર રિલીઝ થવાની છે.

રિલીઝના ૩૨ દિવસ પૂર્વે જ યુએસએમાં પહેલા વીકેન્ડ માટે સાલારની ૧૩૫૦૦ ટિકિટ વેચાઈ ગઈ છે. યુએસએમાં ૯૫૨ સ્થળે સાલાર રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર હજુ રિલીઝ થવાનું બાકી છે. અગાઉ ૭ જુલાઈએ ફિલ્મનું ટીઝર આવ્યુ હતું અને યુ ટ્યૂબ પર ૧૨.૮૦ કરોડ વ્યૂઝ મળ્યા હતા. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ, શ્રુતિ હાસન, જગપતિ બાબુ સહિત સાઉથના જાણીતા કલાકારો છે. સાલારને સાઉથની ચાર ભાષા ઉપરંત હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે. પ્રભાસની જેમ સાઉથના સ્ટાર થલપતિ વિજયે પણ ગ્લોબલ લેવલે ધમાકેદાર એન્ટ્રી કરી છે.

આગામી ફિલ્મ લીઓની રિલીઝના ૪૨ દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ કરવાનું આયોજન છે. ૭ સપ્ટેમ્બરે જવાન રિલીઝ થઈ રહી છે. જવાનનું એડવાન્સ બુકિંગ મહિના પહેલા શરૂ થયું હતું. સાલાર ૨૮ સપ્ટેમ્બરે આવી રહી છે અને તેનું એડવાન્સ બુકિંગ ૨૨ ઓગસ્ટ એટલે કે રિલીઝના ૩૬ દિવસ પહેલા શરૂ થયું છે. વિજય થલપતિની ફિલ્મ ૧૯ ઓક્ટોબરે આવી રહી છે અને તેનું એડવાન્સ બુકિંગ ૭ સપ્ટેમ્બરથી શરૂ કરવાનું આયોજન છે. લીઓના એડવાન્સ બુકિંગની શરૂઆત યુનાઈટેડ કિંગડમથી થશે.

Follow Me:

Related Posts