અમેરિકા અને ઈઝરાયેલને ઈરાનના જવાબી હુમલાનો ડર
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયેલના હુમલા બાદ અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનના જવાબી હુમલાથી ડરી રહ્યા છે. ઈરાની દૂતાવાસ પર થયેલા હુમલામાં લગભગ ૧૩ લોકો માર્યા ગયા હતા. જેમાં જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી પણ સામેલ હતા, જેઓ ઈરાની કુદસ ફોર્સના વરિષ્ઠ નેતા હતા. આ હુમલા બાદ ઈરાને બદલો લેવાની જાહેરાત કરી છે. લેબનીઝ ન્યૂઝ આઉટલેટ અલ-માયાદીન અનુસાર, અમેરિકાએ ઈરાનને અપીલ કરી છે કે હુમલાના જવાબમાં તેની સંપત્તિને નિશાન ન બનાવે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ઘણા યુએસ બેઝ અને અન્ય સંપત્તિઓ છે. ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલના બિનશરતી સમર્થનને કારણે અમેરિકાને ડર છે કે હુમલાના જવાબમાં ઈરાન તેના બેઝને નિશાન બનાવી શકે છે.
ઈરાની પ્રેસિડેન્સી ઓફિસ સાથે જાેડાયેલા મોહમ્મદ જમશીદીએ ખુલાસો કર્યો છે કે તેહરાને અમેરિકાને ચેતવણી આપી છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની જાળમાં ન ફસાય, જાે અમેરિકા આવું જ ચાલુ રાખશે તો વોશિંગ્ટનને તેનું પરિણામ ચુકવવું પડી શકે છે. સીરિયામાં ઈરાની દૂતાવાસ પર હુમલા બાદ ઈરાને અમેરિકાના ટોચના અધિકારીઓને એક લેખિત સંદેશ મોકલી ચેતવણી આપી છે. આ અંગે માહિતી આપતા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમના સહાયક જમશીદીએ ટિ્વટર પર લખ્યું, “દૂતાવાસ પર હુમલાનો જવાબ આપતા
પહેલા એક લેખિત સંદેશમાં ઈરાને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને અમેરિકનોને ચેતવણી આપી છે કે તેઓ નેતન્યાહુની જાળમાં ન ફસાઈ જાય.” અમે યુ.એસ.ને કહ્યું છે કે તમે આ બાબતથી દૂર રહો જેથી કરીને તમને નુકસાન ન થાય. તેણે વધુમાં કહ્યું કે તેના જવાબમાં અમેરિકાએ ઈરાનને અપીલ કરી છે કે તે અમેરિકન સુવિધાઓને નિશાન ન બનાવે. અલ-મયાદીનના રિપોર્ટ અનુસાર અમેરિકાનો દાવો છે કે તે ઈરાની દૂતાવાસ પરના હુમલામાં સામેલ નથી. ઇઝરાયલને તેના યુદ્ધ અપરાધોમાં ટેકો આપવા બદલ ઇઝરાયેલ સામે બદલો લેવાની કાર્યવાહીને કારણે અમેરિકા તેની મિલકતોને નુકસાન થવાની ભીતિ ધરાવે છે. કારણ કે યુદ્ધ બાદથી ઈરાક, સીરિયા અને લાલ સમુદ્રમાં અમેરિકન સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી છે.
Recent Comments