fbpx
રાષ્ટ્રીય

અમેરિકા ૧.૧૧ કરોડથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ૨૨ હજાર સહાય કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને કોરોના મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલાં પરિવારો માટે એક મોટો ર્નિણય કર્યો છે. ૧.૧૧ કરોડ રૂપિયાથી ઓછી આવક ધરાવતાં પરિવારોના બાળકો માટે સરકાર ૧૮,૫૦૦ રૂપિયાથી ૨૨,૦૦૦ રૂપિયાની મદદ આપશે. આ યોજનાને અમેરિકી પરિવાર બચાવ યોજના નામ આપવામાં આવ્યું છે.

અમેરિકી અખબાર મુજબ આ યોજના ૧૫ જુલાઈથી લાગુ થશે અને આખું વર્ષ ચાલશે. આ યોજના પર ૧૩૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અને સ્થિતિ અનુસાર યોજનાની અવધિ ૨૦૨૫ સુધી પણ વધારવામાં આવી શકે છે. અને જરૂર પડશે તો આ યોજનાને સ્થાયી રીતે પણ લાગુ કરી શકાય છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય લાખો બાળકોને ગરીબીથી બહાર નીકળવાનો છે. જે હેઠળ ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ૨૨,૦૦ રૂપિયા અપાશે. તો ૬થી ૧૭ વર્ષની ઉંમરના બાળકોને દર મહિને ૧૮ હજાર રૂપિયા આપવામાં આવશે. યોજનાનો લાભ એ પરિવારને મળશે જે નિયમિત રીતે ટેક્સ ભરે છે. લાભાર્થીઓએ વર્ષ ૨૦૧૯-૨૦માં ટેક્સ ભર્યો છે કે નહીં તે પણ જાેવામાં આવશે. અને તે બાદ જ આ પરિવારનો બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે.

બીજી તરફ કેલિફોર્નિયામાં ઓછી આવક ધરાવતાં ભાડૂઆતોને છેલ્લા ભાડાની ચૂકવણી કરવામાં આવશે. કોરોનાને જાેતાં રાજ્ય સરકારે આ ર્નિણય કર્યો છે. આ યોજના પર ૩૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત સરકાર પાણી અને વીજળી બિલ માફ કરવા ઉપર પણ વિચાર કરી રહી છે.

Follow Me:

Related Posts