અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી
ભારતના ૭૫મા સ્વતંત્રતા દિવસના અવસરે સમગ્ર દુનિયાના નેતાઓએ પોતાની શુભકામનાઓ મોકલી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનથી લઈને પાડોશી દેશ ભૂટાન સુધીના વડા પ્રધાન સામેલ છે. બાઈડને આ અવસરે કહ્યુ છે કે નવી દિલ્હી અને વૉશિંગ્ટનને પૂરી દુનિયાને એ બતાવી દેવુ જાેઈએ કે બે મહાન અને વિવિધ લોકતંત્ર દરેક જગ્યાએ લોકો માટે કામ કરી રહ્યા છે.
ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યુ, હુ આજે ભારતમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં અને સમગ્ર દુનિયામાં ભારતની આઝાદીનો જશ્ન મનાવવા તમામ લોકો માટે એક સુરક્ષિત અને ખુશહાલ ભારતીય સ્વતંત્રતા દિવસની કામના કરૂ છુ.
મોટા પડકાર અને અવસરના આ સમયમાં ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચેની ભાગીદારી પહેલા કરતા ઘણી વધારે મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આપણે સાથે મળીને દુનિયાને એ બતાવવુ જાેઈએ કે બે મહાન અને વિવિધ લોકતંત્ર દરેક જગ્યાએ લોકો માટે કામ કરી શકે છે. પહેલાની જેમ અમારા રાષ્ટ્રોની વચ્ચે મિત્રતા ફૂલી-ફાલી રહેશે.
આ અવસરે રાષ્ટ્રપતિ કોવિડ-૧૯ વિરૂદ્ધ ચાલી રહેલી લડતનો ઉલ્લેખ કરતા કહ્યુ, કોવિડ-૧૯ સામે લડત કરવામાં છેલ્લા એક વર્ષમાં આપણા દેશ એક નવા અંદાજમાં સાથે આવ્યા છે. અમે આગળ પણ મળીને આના વિરૂદ્ધ અંત સુધી લડત લડીશુ. ત્યારે આ અવસરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યુ, સંયુક્ત રાજ્ય અમેરિકાની સરકાર અને લોકો તરફથી હુ આપને ૭૫મા સ્વતંત્રતા દિવસ પર ભારતના લોકોને હાર્દિક શુભકામનાઓ આપુ છુ.
Recent Comments