રાષ્ટ્રીય

અમેરિકી સંરક્ષણમંત્રી ઓસ્ટિને બિપિન રાવત સાથેની મુલાકાતને ઐતિહાસિક ગણાવી

અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચેની પહેલી વ્યક્તિગત બેઠકના એક સપ્તાહ બાદ જનરલ રાવતે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. જનરલ રાવતની અમેરિકી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે અધિક સૈન્યથી સૈન્ય સહયોગની આવશ્યકતાની પૃષ્ટિ કરી હતી. ઓસ્ટિનના કહેવા પ્રમાણે ગત સપ્તાહે પેન્ટાગોન ખાતેની પોતાની ઐતિહાસિક યાત્રા દરમિયાન ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતને મળવું તે સન્માનની વાત હતી.

ઓસ્ટિને આ ક્ષેત્રમાં ચીનની આક્રમક કાર્યવાહીઓ વચ્ચે એક ટ્‌વીટમાં લખ્યું હતું કે, અમે એક સ્વતંત્ર અને ખુલ્લા હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે અમારી સ્થાયી પ્રતિબદ્ધતાની પૃષ્ટિ કરી તથા અમેરિકા અને ભારતીય સશસ્ત્ર દળો વચ્ચે અધિક અંતઃસંચાલનને પ્રોત્સાહન આપવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરી. પેન્ટાગોનના પ્રેસ સચિવ જાેન કિર્બીએ જણાવ્યું કે, જનરલ રાવત અને ઓસ્ટિને અંતરિક્ષ, સાઈબર અને ઉભરી રહેલી તકનીકો જેવા નવા સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત અમેરિકા-ભારત સંરક્ષણ ભાગીદારીને આગળ વધારવા માટે પોતાની પ્રાથમિકતાઓ અંગે વાતચીત કરી હતી.

અમેરિકી સંરક્ષણ મંત્રી ઓસ્ટિને રવિવારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની તાજેતરની પેન્ટાગોન મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. ઓસ્ટિનના કહેવા પ્રમાણે તેમણે બંને સશસ્ત્ર દળો વચ્ચે અધિક સંચાલન સુનિશ્ચિત કરવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરી હતી તથા એક સ્વતંત્ર અને ખુલ્લા હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે પોતાની સ્થાયી પ્રતિબદ્ધતાની પૃષ્ટિ કરી હતી.

Related Posts